OLAથી કેબ બુક કરાવો અને Covidનો 1.25 લાખ સુધીનો ઇન્શયોરન્સ મેળવો :

- Advertisement -
Share

ગયા વર્ષે કોરોનાવાયરસે આખા દેશમાં હડકંપ મચાવી દીધો હતો. તેને જોતા કેટલીય કંપનીઓએ કેટલાંય પ્રકારની સુવિધાઓ રજૂ કરી હતી. કંઇક આવી જ સુવિધા કેબ કંપની OLAએ પણ શરૂી કરી છે. તેના અંતર્ગત કંપનીએ COVID કેર પેકેજ ઉપલબ્ધ કરાવ્યું હતું. કંપનીનું આ પેકેજ આદિત્ય બિરલા હેલ્થ ઇન્શયોરન્સ કંપની અને Ohealerની COVID Helpline દ્વારા ઉપલબ્ધ કરાવાય રહી છે. તેના અંતર્ગત યુઝર્સને દરેક રાઇડ પર 25000 રૂપિયાનું કવરેજ અપાઇ રહ્યું છે. તો આવો જાણીએ તમે આ સુવિધાનો લાભ કેવી રીતે ઉઠાવી શકો ચો.

માત્ર આટલું જ નહીં રૂ.2000 સુધીની કિંમતની કોઇપણ હોસ્પિટલથી એમ્બયુલન્સને પણ બુક કરાવી શકો છો. કંપની દરેક રાઇડ પર પેસેન્જર્સને 15 દિવસ સુધીનો 25000 રૂપિયાનો હેલ્થ ઇન્શયોરન્સ કવર આપે છે. એવામાં જો કોઇ રાઇડર આ દરમ્યાન કોરોના પોઝિટિવ આવે છે અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે તો તે આ ઇન્શયોરન્સને ક્લેમ કરી શકે છે. તેના માટે યુઝર્સે માત્ર 8 રૂપિયા વધુ ચૂકવવાના હોય છે.

Ola COVID Care Packageની અંતર્ગત કેબ સેનેટાઇઝેશન, ડ્રાઇવ પાર્ટનર ટેમ્પરેચર ચેક, મેડિકલ કંસલ્ટેશનની સાથે કોવિડ હેલ્પલાઇન સુવિધા પણ અપાય છે. સાથો સાથ ઇન્શયોરન્સ પણ ઉપલબ્ધ કરાવે છે. આ પેકેજની અંતર્ગત યુઝર્સને 1.25 લાખ રૂપિયા સુધીનું ઇન્શયોરન્સ કવર પણ મળી શકે છે.

એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ સર્વિસનો લાભ ઉઠાવા માટે તમારા COVID Care Package ઇનબેલ્ડ રાઇડ જ લેવી પડશે. પછી જો તમે પોઝિટિવ થઇ જાઓ છો તો આ લાભ ત્યારે મળશે જ્યારે તમે રાઇડ લેવાના 15 દિવસની અંદર હોસ્પિટલમાં દાખલ થશે. તેનો લાભ એ ગ્રાહક જ ઉઠાવી શકશે જેનું નામ અને નંબર Ola પર રજીસ્ટર હશે. તો ચાલો જાણીએ કે તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકો છો.

યુઝર 5 એક્ટિવ પોલિસીસને એક સાથે ક્લેમ કરી શકે છે. જો યુઝરની 5 પૉલિસીસ એક્ટિવ છે તો 1.25 લાખ સુધીનો ઇન્શયોરન્સ કવર ઉપલબ્ધ કરાશે. દાખલા તરીકે જો કોઇ યુઝર કોઇ મહિનાના 1, 3 અને 7 તારીખના રોજ રાઇડ લે છે. આ દરમ્યાન તે Covid-19 પોઝિટિવ હોય છે. પછી 12 તારીખના રોજ હોસ્પિટલમાં દાખલ થઇ જાય છે. તો તેની પાસે 25-25 હજાર રૂપિયાની ત્રણ પૉલિસી એક્ટિવ થશે. આવી તેની પાસે 75000 રૂપિયાનો કવરેજ પ્લાન હશે. કંપનીનું કહેવું છે કે એક યુઝર એક વર્ષમાં 20 પૉલિસી સુધીનો ક્લેમ લઇ શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!