ભારતના મહાન બેટસમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર કોરોનો પોઝિટિવ થયાની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે થોડાંક દિવસ પહેલાં જ રસી મૂકાવી હતી.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું કે તેમણે પોતાને હોમ ક્વારન્ટીન કરી દીધા છે. આ સિવાય તેઓ આ મહામારી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડૉકટરની સલાહ પર અમલ કરી રહ્યા છે.
સચિને ટ્વીટમાં લખ્યું કે હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટે તમામ પગલાં ઉઠાવ્યા. જો કે નજીવા લક્ષણ બાદ આજે હું કોરોના પોઝિટવ આવ્યો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને આગળ લખ્યું કે મેં પોતાને ઘરમાં જ ક્વારન્ટીન કરી લીધો છે. ડૉકટરના નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું એ તમામ સ્વાસ્થયકર્મીઓનો આભાર માનવા માંગું છું કે જેમણે મને સાથ આપ્યો. તમે તમામ લોકો તમારું ધ્યાન રાખો.
કોરોનાની આંચથી સચિન તેંડુલકરનો પરિવાર સુરક્ષિત છે. સચિનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાયો, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આપને જણાવી દઇએ કે સચિન તાજેતરમાં રાયપુરમાં આયોજીત થયેલ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રમ્યા હતા. તેઓ ઇન્ડિયા લીજેન્ડસના કેપ્ટન હતા. તેમની કેપ્ટનશીપમાં ઇન્ડિયી લીજેન્ડસ ચેમ્પિયન બન્યું. મેચની પહેલાં દરેક ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સચિને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
From – Banaskantha Update