ઇજિપ્તમાં બે પ્રવાસી ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 32નાં મોત, 66ને ઈજા

- Advertisement -
Share

ઇજિપ્તમાં રાજધાની કેરોથી 460 કિમી દૂર આવેલા દક્ષિણ ભાગમાં આવેલા તાહતા જિલ્લાના સોહાગમાં બે ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 32 પ્રવાસીનાં મોત થયાં હતાં અને 66ને ઇજાઓ પહોંચી હતી.

ઇજિપ્તના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેરોથી 460 કિમી દૂર આવેલા સોહાગ પ્રોવિન્સમાં અકસ્માત સર્જાયાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીનો પ્રારંભ કરાયો હતો અને મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ સાથે રાહત અને બચાવ કર્મીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયાં હતાં.

સ્થાનિક મીડિયા દ્વારા જારી કરાયેલા વીડિયો અને તસવીરોમાં બંને ટ્રેનના કોચ કાટમાળમાં ફેરવાઇ ગયેલાં જોઇ શકાય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હજુ અકસ્માતગ્રસ્ત કોચમાં ફસાયેલા હોવાનો ભય સેવાઇ રહ્યો છે. રાહત અને બચાવકર્મીઓની સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાઇ ગયાં છે. ઇજિપ્તમાં તાજેતરનાં વર્ષોમાં ઘણા ગંભીર માર્ગ અકસ્માતો સર્જાયા છે. રેલવેના નબળા મેઇન્ટેનન્સના કારણે દેશમાં મોટી સંખ્યામાં રેલવે અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!