અભિનેત્રીનો સનસનીખેજ ખુલાસો, ફિલ્મ મેકરે કહ્યું કે “મારી સાથે સૂઇ જો તો ફિલ્મમાં રોલ આપીશ”

- Advertisement -
Share

બોલિવૂડ હોય કે હોલીવુડ કે પછી દુનિયાની કોઈ અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી મહિલા અભિનેત્રીઓએ ઘણીવાર કાસ્ટિંગ કાઉચનો પર્દાફાશ કર્યો છે. તે ઘણી વાર અભિનેત્રીઓ સાથે જાતીય શોષણની કહાણી કહેતી રહે છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે, અભિનેત્રીઓ કે જેઓ આપણી સામે આધુનિક અને શક્તિશાળી પાત્રો ભજવે છે, તે ઘણીવાર ફિલ્મ નિર્માતાઓ, અને દિગ્દર્શકોના કાસ્ટિંગ કાઉચનો શિકાર બની જાય છે.

સમગ્ર વિશ્વમાં હંમેશાં સિનેમા ઇન્ડસ્ટ્રીમાં આવું બન્યું છે. પરંતુ હવે પાકિસ્તાન તરફથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનની લોકપ્રિય ટીવી એક્ટ્રેસ સબા બુખારીનું કહેવું છે કે તેણે કાસ્ટિંગ કાઉચ કરી ચુકી છે. તેણે “દિલ ના ઉમ્મીદ હી સહિ” સિરિયલથી પોતાનું નામ કમાવ્યું છે. તેણે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને રોલ ઓફર કરવાના બદલે સાથે સૂઇ જવા માટે કહ્યું હતું.

સબા બુખારીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, તેમણે મને કહ્યું, તમને એટલો વિશ્વાસ નથી કે તમે મીડિયામાં આગળ વધી શકો. મુદ્દો એ છે કે તમે એક સારી છોકરી છો અને સારી છોકરીઓ આ ક્ષેત્રમાં કામ નથી કરતી. આવું કઇ રીતે થઇ શકે છે કે તારી પર કોઇ એટેમ્પટ ન કર્યું હોય અમે તમને કામ આપીએ અને પૈસા પણ આપીએ. જ્યારે અહીં છોકરીઓ કામ માટે સૂવા માટે પણ તૈયાર છે.

સબા બુખારીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને એક સિરીયલમાં રોલ આપ્યા પછી મને નિર્માતાઓનો ફોન આવ્યો. તેઓએ મને કહ્યું કે આ રોલ તમારી છે. અમે તમને સારી ચુકવણી કરીશું પરંતુ બદલામાં તમારે કંઇક ચૂકવવું પડશે. મેં વિચાર્યું કે જો બદલામાં તેમને પૈસા જોઈએ છે, તો મેં કહ્યું, “હા, જો તમને પૈસા જોઈએ છે, તો મને પૈસા ન આપો.”

સબાએ આગળ કહ્યું, “પરંતુ તેઓએ આવું કરવાની ના પાડી. પછી તેઓએ મને તેમની સાથે સૂવાનું કહ્યું. આ સાંભળીને, મારા પગથી જમીન સરકી ગઈ અને મેં તરત જ કોલ કાપી નાખ્યો.” આ પહેલા તેણે કાસ્ટિંગ કાઉચ અંગે તેની સુંદર તસવીર સાથે જાહેર કર્યું હતું. અને એક માણસ સાથેની વાત તેના કેપ્શનમાં વિગતવાર લખી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!