ડીસામાં પોલીસ દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા કરાઈ અપીલ : માસ્ક ના પહેરનારને દંડ નહિ પરંતુ માસ્ક આપ્યું

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાથી બચવા માટે વારે ઘડીએ અપીલ કરવામાં આવે છે.

 

 

ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું માસ્ક પહેરવું તેમજ સેનીટાઇઝરનો ઉપયોગ કરવો જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકે. પરંતુ લોકોની બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

 

 

ત્યારે ડીસામાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં આજે ડીસા ઉત્તર પોલીસના પી.આઈ સહિતનો સ્ટાફ બગીચાથી જલારામ તેમજ ગાયત્રી મંદિર જાહેર માર્ગો પર ફરી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી.

 

 

તેમજ જે લોકો માસ્ક પહેર્યા વગર ફરતા લોકો તેમજ વાહન ચલાવતા લોકોને માસ્કનું વિતરણ કરી કોરોનાથી બચવા અપીલ કરી હતી. તેમજ જાહેરમાં અડચણ રૂપ વાહનો તેમજ લારી ગલ્લાવાળાને દબાણ ન કરવા અપીલ કરાઈ હતી.

 

 

 

From – Banaskantha  Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!