આ ચીની કંપનીની થઈ રહી છે વિશ્વમાં બદનામી, નવા ફોનના લોન્ચિંગ સમયે માર્યો મોટો લોચો :

- Advertisement -
Share

આમ તો ચીની કંપનીઓ હંમેશાથી નકલ કરવા માટે બદનામ છે. પરંતુ હાલમાં જ એક પ્રખ્યાત ચીની મોબાઈલ કંપનીની જાહેરમાં બદનામી થઈ ગઈ. ચીની કંપની રિયલમી નારઝો પોતાના નવા મોબાઈલ લોન્ચ કાર્યક્રમમા ખુલ્લેઆમ iPhone નો યૂઝ કરતી જોવા મળી હતી.રિપોર્ટ અનુસાર આ ઘટના Narzo 30Aના લોન્ચિંગ સમયનો છે. કંપનીએ પોતાના મોબાઈલની સ્પિડ બતાવવા માટે લાઈવ ગેમિંગનું આયોજન કર્યું હતું, પરંતુ બદનામી ત્યારે થઈ ગઈ જ્યારે આ લાઈવ ઈવેન્ટમાં પણ ગેમર્સ iPhone યૂઝ કરતા જોવા મળ્યા.

ઘટના બાંગ્લાદેશની છે. હકિકતમાં ચીની મોબાઈલ કંપની રિયલમી Narzo 30Aના ફાસ્ટ પ્રોસેસરને બતાવવા માંગતી હતી. લાઈવ ઈવેન્ટમાં ત્રણ યૂઝર્સ ગેમ રમતા જોવા મળી રહ્યા હતા. તેમની મોબાઈલ સ્ક્રીનને પણ વારંવાર મોટી સ્ક્રીન પર બતાવવામાં આવી રહી હતી. ત્યારે જ એક ગેમર્સની મોબાઈલ સ્ક્રીન પર અચાનક “Guided Access Started, Triple Click the Side Botton to Exit” પોપ અપ થયું. આ ફીચર માત્ર iPhone માં જ છે. બદનામી ત્યારે વધુ થઈ જ્યારે આ મેસેજ ગેમર્સની પાછળ લાગેલી મોટી સ્ક્રીન પર ડિસપ્લે થવા લાગ્યો.

જાણકારોનું કહેવુ છે કે, Realme Narzo 30Aની કિંમત માત્ર 8,999 રૂપિયા છે. કંપની પોતાના યૂઝર્સને એ બતાવવાની કોશિશ કરી હતી કે, આ સસ્તા સ્માર્ટફોનનું પ્રોસેસર પણ મોંઘા પ્રોસેસર જેવુ જ છે. પરંતુ લાઈવ ઈવેન્ટમાં થયેલી બદનામી બાદ કંપનીની કોઈ પણ બોલવા તૈયાર નથી.

કંપનીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગેમિંગ પાર્ટRealme Narzo 30Aનો જ હતો. હાલનો વીડિયો કેટલાક સમય પહેલા રેકોર્ડ કરીને લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો હતો. જે ક્લિપમાં iPhone નું નોટિફિકેશન જોવા મળી રહ્યું છે તે ફોન પ્રોડ્યૂસરનો હતો. તમને જણાવી દઈએ કે, ગયા મહિને જ ભારતમાં Realme Narzo 30 Seriesને લોન્ચ કરવામા આવી છે. બાંગ્લાદેશમાં આ નવા ફોનને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!