આ ખેલાડીએ કહ્યું, હુ મારા દેશ કરતા પહેલા IPLની ફાઈનલ રમવાનું પસંદ કરીશ, મચ્યો હડકંપ

- Advertisement -
Share

આ દિવસોમાં આઈપીએલનો રંગ માત્ર ફેન્સ પર જ નહીં પરંતુ દુનિયાભરના ખેલાડીઓ પર જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટનું કદ એટલુ મોટુ થઈ ગયું છે કે હવે ઘણા ખેલાડીઓ તેને તેના દેશ કરતા વધારે પ્રાથમિકતા આપવા તૈયાર છે. આ જ સૂચિમાં નવું નામ ઈંગ્લેન્ડના ધુરંધર ક્રિસ વોક્સનું સામે આવ્યું છે જેનું તાજેતર નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે.

ક્રિસ વોકસ જેમણે સપ્ટેમ્બર 2020થી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી અને નવેમ્બર 2015થી એક પણ ટી20 મેચ રમ્યો નથી, તેમણે કહ્યું કે, તે વર્ષના અંતમાં ટી-20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મેળવવાની આશા રાખે છે. વોક્સે એક ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો હું દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં ન હોઉં તો હું રિકી પોન્ટિંગ અને અન્ય લોકો સાથે વાત કરીશ. નિશ્ચિતરૂપે હું લોર્ડ્સમાં રમવા માંગુ છું, ત્યાં મારો રેકોર્ડ (22 રન પર 7 વિકેટ) છે. સાથે જ મારું પ્રદર્શન બેટથી પણ સારું રહ્યું છે.

ઇંગ્લેન્ડના આ 32 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, આઈપીએલની ફાઈનલમાં રમવાની તક તે ચૂકી જવા માંગતો નથી. આઈપીએલની ફાઇનલ 30 મેના રોજ યોજાનાર છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2 જૂને લોર્ડ્સમાં શરૂ થશે. આ અંગે વોક્સે કહ્યું, ઇંગ્લેન્ડ ઇચ્છે છે કે અમે આઈપીએલમાં અમારી ક્ષિતિજને વિસ્તૃત કરીએ અને અમારી કારકિર્દીના આ તબક્કે આવી વધુ તકો નહીં આવે. તેનો મતલબ એ છે કે, હું એક ટેસ્ટમાં નહીં રમું તો મને લાગે છે કે તે મારા માટે મોટી બાબત નહી હોય. ખેલાડીઓ વિચિત્ર પરિસ્થિતિમાં છે. જોકે આ ઉનાળો મોટો છે અને તેમા ઘણી સિરીઝ રમાવાની છે. ભારત સાથેની શ્રેણી પણ તેમા સામેલ છે.

નોંધનિય છે કે, અગાઉ પણ કેટલાક અંગ્રેજ ખેલાડીઓ જેમાં જોસ બટલર એક મોટું નામ છે, તેમણે પણ થોડા દિવસો પહેલા આવું જ એક નિવેદન આપ્યું હતું. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે ભારતમાં છે અને આઈપીએલ પૂર્ણ કર્યા પછી જ પાછો આવશે. જેનો અર્થ છે કે તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનો ભાગ બની શકશે નહીં. જ્યારે તેને લઈને બટલરની ખુબ ટિકા કરવામાં આવી ત્યારે તેમણે વધુ એક નિવેદન આપ્યું જે હાલમાં ખુબ ચર્ચાનો વિષય બન્યું છે. બટલરે સ્પષ્ટ કહ્યું છે કે, આઈપીએલમાં સારી આવક થાય છે જેને તે જતી ન કરી શકે.

 

From – banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!