અમેરિકામાં કોરોનાથી સ્થિતિ ગંભીર : સંક્રમિતોનો આંકડો ૩ કરોડને પાર

- Advertisement -
Share

છેલ્લા 24 કલાકમાં નવા 66,538 કેસ નોંધાયા છે જ્યારે 1405નાં મોત થયા છે. કોરોનાના વધતા જતા સંક્રમણ છતાં હજારો લોકો ફ્લોરિડાના મિયામી બીચ પર સ્પ્રિંગની ઉજવણી કરવા ઊમટી પડતા આરોગ્ય અધિકારીઓએ લોકોને સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે. ફૌસીએ કહ્યું હતું કે આપણા સૌ પર હજી કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. દેશમાં દરરોજ 2.50 લાખથી વધુ લોકોને રસી અપાઈ રહી છે. 65 અને તેથી વધુ ઉંમરના 70 ટકાને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે.

અમેરિકામાં વેક્સિનેશનનો કાર્યક્રમ પુરજોશમાં ચાલતો હોવા છતાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. કોરોના સંક્રમિતોનો આંકડો ૩ કરોડને વટાવી ગયો છે. કોરોનાના કુલ દર્દીઓ વધીને 3,07,05,435 થયા છે. કુલ મૃત્યુઆંક વધીને 5,58,425 થયો છે. દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યા જાન્યુઆરીમાં તેની મહત્તમ સપાટી પર હતી તેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યા હજી 60,000 કરતાં વધુ છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12,56,36,566 પહોંચી ગયો છે. બીજી તરફ કોરોનાના કારણે અત્યાર સુધીમાં 27.59 લાખ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત 10.14 કરોડ લોકો સાજા થયા છે.

બેલ્જિયમમાં અઠવાડિયામાં 40 ટકા નવા કેસ આવતા સરકાર દ્વારા ફરી કડક લોકડાઉન અમલી બનાવાયું છે. સ્કૂલો બંધ કરવામાં આવી છે અને આવશ્યક ચીજો સિવાયના બિઝનેસ માટે મર્યાદિત છૂટ અપાઈ છે.

બ્રાઝિલમાં કોરોનાને કારણે 3 લાખથી વધુનાં મોત થયાં છે. આમ કોરોનાથી થયેલા મૃત્યુમાં તે અમેરિકા પછી બીજા નંબરે આવે છે. અમેરિકાએ 14 ડિસેમ્બરે 3 લાખનો મૃત્યુનો આંક વટાવ્યો હતો. બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે મૃત્યુના કુલ આંકડામાં 2009 લોકોનાં મૃત્યુ ઓછા ગણાયાં છે. મંગળવારે બ્રાઝિલમાં એક જ દિવસમાં 3251 લોકોનાં મોત થયાં હતાં. એપ્રિલમાં સ્થિતિ વધુ ખરાબ હશે તેવું અધિકારીઓનું માનવું છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!