ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે હોળી દહનને જ મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી ઉજવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેવામાં આગામી હોળી અને ધૂળેટીના પર્વને લઈને અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાના ભંગ બદલ નાગરિકો પર કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હોળી-ધૂળેટી કાર્યક્રમને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ રાત્રે 9 વાગ્યા પહેલાં હોળી દહન કાર્યક્રમ કરવો પડશે. એટલું જ નહીં પણ મર્યાદિત સંખ્યામાં સાથે હોળી પ્રગટાવી શકાશે. એટલે કે હોળી દહન વખતે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી શકાશે નહીં.
હોળી દહન વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. ભીડ ભેગી ના થાય તા માટે આયોજકો એ તકેદારી રાખવી પડશે. ધુળેટીના દિવસે જાહેર ઉજવણી સામુહિક કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોળી ધુળેટીના દિવસે જાહેર રસ્તા પર મિલકતો પર કાદવ કીચડ રંગો નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ જાહેર રસ્તા ઉપર પૈસા ઉઘરાવી શકાશે નહીં.અને નાઈટ કરફ્યૂ પહેલાં એટલે કે 9 વાગ્યા પહેલા હોળી દહનનો કાર્યક્રમ કરવાનો રહેશે.
આ ઉપરાંત જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને ભીડ ભેગી ન થાય તેની તકેદારી આયોજકોએ રાખવી પડશે. હોળી-ધૂળેટી દરમિયાન રાહદારીઓ પર રંગ ઉડાડશો તો કાર્યવાહી થશે તેવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ધૂળેટીની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પોલીસ સીસીટીવી દ્વારા નજર રાખશે. એટલું જ નહીં પણ ડ્રોન મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ દ્વારા સંવેદનશીલ જગ્યાઓએ ફિક્સ પોઈન્ટ મુકવામાં આવશે. આ ઉપરાંત તહેવારને લઈને શહેરમાં 12 DCP, 15 ACP, PI PSI 175, 5500 પોલીસ કર્મી, 11 SRP ટુકટી, 2 RAFની કંપનીઓ સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત રહશે.
From – Banaskantha Update