હવે સુરત પોલીસ કમિશનરે પણ કહ્યું કે, માસ્ક નહીં પહેરો તો થશે દંડ :

- Advertisement -
Share

માસ્કના દંડ મુદ્દે સુરત પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. માસ્ક નહીં પહેરો તો દંડ થશે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે, બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત સુરતમાં માસ્ક પહેરવા બાબતે જનઅભિયાન પણ શરૂ કરવામાં આવશે.

સુરતમાં માસ્કના દંડના કિસ્સાએ ગઈકાલથી જ ભારે ચર્ચા જગાવી છે. સુરતના મેયર દ્વારા માસ્કનો દંડ લેવામાં નહીં આવે તે જાહેરાત પર હવે યુ ટર્ન લાગી ગયો છે. કેમ કે સુરતના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, સુરતમાં માસ્ક નહીં પહેરો તો દંડ કરવામાં આવશે. આમ સુરતના મેયર દ્વારા કરવામાં આવેલી મનમાની જાહેરાત પર પુર્ણવિરામ લાગી ગયું છે.

સુરતના પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસની સમજાવટ અને વિવિધ સંસ્થાઓને સાથે રાખીને હવે જનજગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવશે. સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યાં છે. સંપુર્ણ પ્રયાસો છતાં પણ કોઈ નાગરિક માસ્ક નહીં પહેરશે તો દંડ કરવો પડશે. તમામને અપીલ કે માસ્ક પહેરે અને સામાજિક અંતર રાખે અને સેનિટાઈઝર વાપરશે તો કોરોના નહી થશે. બધી સમજાવટ પછી પણ માસ્ક નહીં પહેરશે તો દંડ થશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!