સુશાંત કેસ: બહેન પ્રિયંકાએ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા :

- Advertisement -
Share

બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ એ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પ્રિયંકા સિંહે બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને પોતાની વિરૂદ્ધ નોંધાયેલ FIRને રદ્દ કરવાની માંગણી કરી છે. 7 સપ્ટેમ્બર 2020ના રોજ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સુશાંતની બહેનની વિરૂદ્ધ બનાવટી અને સુશાંતને પ્રતિબંધિત દવાઓ આપવાના આરોપમાં એફઆઇઆર નોંધાવી હતી.

રિયા ચક્રવર્તી દ્વારા નોંધાયેલ FIR પર CBI પણ તપાસ કરી રહ્યું છે. પાછલા દિવસોમાં બોમ્બે હાઇકોર્ટે આ FIRને રદ્દ કરવાની ના પાડી દીધી હતી. જો કે કોર્ટે સુશાંતની નાની બહેન મીતુને રાહત આપી હતી અને તેની વિરૂદ્ધ કેસ રદ્દ કરી દીધો હતો.

બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14મી જૂનના રોજ તેના મુંબઇ સ્થિત ઘરમાંથી મળ્યો હતો. પહેલાં આત્મહત્યાની વાતથી શરૂ થયેલ કેસમાં બાદમાં આર્થિક ગુનો અને ડ્રગ્સનો એંગલ જોડાયો હતો.

સુશાંત સિંહની પાર્ટનર રહેલ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર કેસમાં આર્થિક ગુનો, ડ્રગ્સ સપ્લાય, અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. તે થોડોક સમય જેલમાં પણ રહી ચૂકી છે. હાલ તે બહાર છે. કેસમાં તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી પણ જેલ ગયો હતો બાદમાં તેને પણ જામીન મળી ગયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!