યૂવરાજ સિંહનો નવો લૂક સોશિયલ મીડિયામાં વાઈરલ, એક્સ ગર્લફ્રેન્ડે કરી મજેદાર કોમેન્ટ

- Advertisement -
Share

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હાલમાં જ પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. યુવીએ તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, ત્યારબાદ બધાએ તેના પર કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માએ પણ યુવરાજ સિંહના નવા લુક પર કોમેન્ટ કરી છે.

તેના નવા લુકમાં યુવરાજ સિંહ લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. યુવરાજ સિંહ લોકડાઉનના સમયથી જ તેના વાળ વધારતો હતો. પ્રખ્યાત હેરસ્ટાઇલલિસ્ટ આલીમ હકીમે યુવરાજ સિંહને નવો લુક આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના નવા લુકનો ફોટો શેર કરતી વખતે યુવીએ લખ્યું કે તેનો નવો લુક કેવો છે?

તમને જણાવી દઇએ કે કિમ શર્મા સાથે યુવરાજ સિંહના રિલેશનશિપની ચર્ચા હતી. વર્ષ 2003માં કિમ અને યુવરાજ સિંહના અફેરના સમાચારો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયા હતા. લગભગ 4 વર્ષ સુધી તેમનું અફેર ચાલ્યું હતું, પરંતુ તે પછી તે બન્ને અલગ થઈ ગયા હતા. બંને વર્ષ 2007માં બન્નેનું બ્રેક અપ થઈ ગયું હતુ. યુવરાજસિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમની વચ્ચે કોઈ અંડરસ્ટેડિંગ નહોતુ.

તેના પર બોલિવૂડ અભિનેત્રી કિમ શર્માએ બંધ મોઢાની વાળી એક ઇમોજી શેર કરી છે. વાસ્તવમાં અભિનેત્રી કિમ શર્મા પાસે યુવરાજ સિંહના આ નવા લુક પર કોમેન્ટ કરવા કોઈ શબ્દ નથી. ટીમ ઈન્ડિયાના ગબ્બર શિખર ધવને ભારતીય પોપ સ્ટાર બાદશાહનો ઉલ્લેખ કરતાં કોમેન્ટ કરી હતી કે, પાજી પૂરા બાદશાહ લાગી રહ્યા છો. યુવરાજસિંહે તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ માટે 6 ઇનિંગ્સમાં 194 રન બનાવ્યા હતા. શ્રીલંકા લેજેન્ડ્સ સામેની અંતિમ મેચમાં યુવરાજસિંહે 60 રન બનાવ્યા હતા. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સે ટ્રોફી જીતી હતી.

 

From – banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!