બ્રિટનની મહારાણીની દિકરી સમયસર હોસ્પિટલ પહોંચી ના શકતા બાથરૂમમાં જ દિકરાને આપ્યો જન્મ :

- Advertisement -
Share

દુનિયા સહિત ભારતમાં ગર્ભવતી મહિલાએ પ્રસુતીની પીડા અને ડિલિવરી વખતે વેઠવી પડતી મશ્કેલીના કિસ્સા અવારનવાર સમાચારોમાં ઝળકે છે. ભારતમાં તો યોગ્ય તબિબિ સુવિધાઓના કારણે મહિલાએ ખેતર, વાહન કે અન્ય જગ્યાએ જ બાળકને જન્મ આપ્યાની ઘટનાઓ લગભગ રોજીંદી બાબત બની ગઈ છે. પરંતુ દુનિયા આખીમાં જાણીતા બ્રિટનના રાજ પરિવાર કે જ્યાં દુનિયાની તમામ અધ્યતન સુવિધાઓ છે ત્યાં પણ કંઈક આ પ્રકારની ઘટના ઘટતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.

બંકિધમ પેલેસના સ્પીકરે જણાવ્યું હતું કે, મહારાણી અને ડ્યૂટ ઓફ એડિનબર્ગ બાળકના જન્મના સમાચાર મળતા ખુબ ખુશ છે. તેઓ તેમના દસમાં પૌત્રને મળવાની રાહ જોઈ રહ્યા છે.

બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેઠ-2ની પૌત્રી જારા ટિંડલે દીકરાને જન્મ આપ્યો હતો. જારા સમયસર હોસ્પિટલ નહોતી પહોંચી માટે તેણે પોતાના ઘરના બાથરુમમાં જ ડિલીવરી કરવી પડી હતી. દીકરાનું નામ લુકાસ ફિલિપ ટિંડલ રાખવામાં આવ્યું છે. જારા ટિંડલ 94 વર્ષના મહારાણી એલિઝાબેથની દીકરી રાજકુમારી એન અને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માઈકલ ટિંડલની દીકરી છે.

શાહી પરિવારના નવા મહેમાન લુકાસ ફિલિપ ટિંડલનું મિડલ નામ તેમની માતા જારાના દાદા રાજકુમાર ફિલિપ અને માઈકના પિતાના નામ પર રાખવામાં આવ્યું છે. લુકાસ, બ્રિટેનના સિંહાસનના ઉત્તરાધિકારીની લાઈનમાં 22માં નંબરે છે. તે જારા ટિંડલનું ત્રીજુ સંતાન છે. લુકાની બે બહેનો મિયા અને લીન છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!