દીપિકા-રણવીરે સાથે કરી “સિલુએટ ચેલેન્જ” હસી-હસીને લોથપોથ થઇ જશો :

- Advertisement -
Share

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે. તે કોઇપણ જાતની ચિંતા વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. હવે એક વખત ફરીથી દીપિકાએ એક મજેદાર વીડિયો શેર કર્યો છે. વાત એમ છે કે દીપિકા પાદુકોણએ હિના ખાનની જેમ સિલૌટી ચેલેન્જ કરી છે તે પણ રણીવીર સિંહ ની સાથે તેનો વીડિયો પણ તેને જાતે શેર કર્યો છે.

દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. પરંતુ તેને જોયા બાદ ફેન્સને ઝાટકો લાગ્યો છે. વીડિયોની શરૂઆતથી જ સિલૌટી ચેલેન્જનું બેકગ્રાઉન્ટ મ્યુઝિક વાગી રહ્યું છે. તેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વીડિયોની શરૂઆતમાં રોમેન્ટિક થતા દેખાય છે. બંને દરવાજાની પાસે ઉભા રહી રોમેન્ટિક થઇ રહ્યા પરંતુ બાદમાં વીડિયોની ઇફેકટ ચેન્જ થઇ જાય છે અને રોમેન્ટિકની જગ્યાએ બંને ફની હરકત કરવા લાગે છે. તેને જોઇ ફેન્સ હસીહસીને લોથપોટ થઇ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે એક નવી સોશિયલ મીડિયા ચેલેન્જ છે જે આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ચેલેન્જને લઇ દુનિયાભરની સેલિબ્રિટીઝ વીડિયો બનાવી રહી છે. ચેલેન્જમાં પહેલાં પૂરા કપડાંમાં સ્ક્રીન પર ડાન્સ કરવાનો હોય છે. પછી અચાનલ લાઇટ રેડ થઇ જાય છે અને ઓછા કપડા કે ન્યૂડ થઇને ડાન્સ કરવાનો હોય છે. ચેલેન્જની એક શરત ડાન્સ કામુક અંદાજમાં કરવાનો પણ છે. આ ચેલેન્જ યુટ્યુબ પર ખૂબ પોપ્યુલર છે સાથો સાથ બીજા દેશોમાં ટિકટોક એપ પર પણ જોવા મળી રહ્યો છે. હવે લોકો તેને ઇંસ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!