ધાનેરા તાલુકાના રામપુરામોટા ગામે ગામની સીમમાં આવેલ નદીના પટમાં કેટલાક ઇસમો બેસી ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોવાની ખાનગી રાહે બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા.
આ અંગેની વિગત જોઇએ તો, બનાસકાંઠામાં દારૂ અને જુગાર જેવી બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ સતર્ક બની છે અને જે લગત પેટ્રોલીંગ કરી આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે ધાનેરા તાલુકાના રામપુરામોટા ગામની સીમમાં આવેલ નદીના પટમાં કેટલાક ઇસમો હાર જીતનો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની ધાનેરા પોલીસને ખાનગી બાતમી મળતાં પોલીસે ઓચિંતી રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે પોલીસે આ ઇસમો પાસેથી રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ કિંમત રૂ.11,020 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
જ્યારે આ અંગે ધાનેરા પોલીસે (1) વનરાજસિંહ લખમણસિંહ વાઘેલા મુળ રહે. ઉંબરી તા. કાંકરેજ હાલ રહે. રૂણી સીમ તા. ધાનેરા (2) દશરથભાઇ વસાભાઇ ઠાકોર રહે. રામપુરા મોટા તા. ધાનેરા (3) રમણભાઇ મફાભાઇ ઠાકોર રહે. વોડા તા. ધાનેરા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા પોલીસે ત્રણ જુગાર રમતા ઇસમોને પકડી પાડી રોકડ કિમત રૂપીયા 10,020/- તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ. 1,000/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. 11,020/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત ત્રણ ઇસમોની અટકાયત કરી જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી.
From – Banaskantha Update