દાંતીવાડામાં મોડલ સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી બિલ્ડીંગ બાંધવામાં આવ્યુ છે. પરંતુ બિલ્ડીંગ બહાર નીકળતા આ વિદ્યાર્થિનીઓને અસુરક્ષિત હોવાનો ભય સતાવી રહ્યો છે કારણ કે આ મોડલ સ્કૂલની આગળના ભાગે સુરક્ષા દીવાલ બનાવવામાં આવી છે,
પરંતુ પાછળના ભાગે જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે અને મોટી કોતરો પડેલ છે તે સ્થળે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી આ દીકરીઓ માટે કોઈ પણ જાતની સુરક્ષા દીવાલ બનાવી નથી.
મોડલ સ્કૂલની હોસ્ટેલમાં દૂરના ગામોની તેમજ આજુબાજુ વિસ્તારની 100 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી પોતાનો અભ્યાસ કરી રહી છે. તેમજ નવી 100 વિદ્યાર્થિનીઓના હોસ્ટેલ માટે કરોડોના ખર્ચે નવીન અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ બાંધી દેવામાં આવ્યું છે તે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થિનીઓ પણ અસુરક્ષિત રહેતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે.

મોડલ શાળા માટે પાંચ એકર જેટલી જમીન ફાળવવામાં આવી છે. જેમાં મોટા ત્રણે બિલ્ડીંગ બાંધી દેવામાં આવ્યા છે, પરંતુ પ્રોટેક્શન માટે દીવાલ બનાવવામાં આવી નથી.
દાંતીવાડા બી.એસ.એફ. કોલોની નજીક આવેલ મોડલ સ્કૂલને કલેકટર દ્વારા પાંચ એકર જેટલી જમીન ફળવામાં આવી છે છતાં આજદિન સુધી આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે રમત-ગમતના મેદાનની પણ સુવિધા ઉભી કરવામાં આવી નથી.
ફાળવેલી જમીન હાલમાં કરોડો ખર્ચ કરી બે હોસ્ટેલના અને એક સ્કૂલ માટે બિલ્ડીંગ બાંધી દેવામાં આવ્યા છે, પરંતુ પાછળના જંગલ વિસ્તારમાં જ્યાં મોટી કોતરો પડેલી છે.
From – Banaskantha Update