ધાનેરાની ચકચારી ચોરીના આરોપીઓને બનાસકાંઠા એલ.સી.બી અને ધાનેરા પોલીસએ ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

- Advertisement -
Share

બનાસકાંઠામાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થયી રહ્યો છે ત્યારે ધાનેરામાં ગઈકાલે ચોરીની ઘટના બની હતી. ધાનેરાના અંબિકા શોપિંગ સેન્ટરમાં એક સાથે 10 દુકાનોના તાળા તૂટ્યા હતા જોકે તસ્કરો CCTVમાં નઝારે પડયા હતા.

 

 

બનાસકાંઠામાં ધાનેરાના અંબિકા શોપીંગ સેન્ટરમાં ગઈકાલે થયેલ ચોરીના આરોપીઓને પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા.

 

 

ધાનેરામાં ગંજ બજાર અંબિકા શોપીંગ સેન્ટરની દુકાનોમાં ચોરી કરનારા બે શખ્સોને બનાસકાંઠા એલ.સી.બી અને ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

 

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ ડીસા નવા બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા હોવાની બાતમી પોલીસને બાતમી મળી હતી.

 

 

બાતમીના આધારે પોલીસે ઓચિતો છાપો મારી વિપુલ ઉર્ફે ટેણી માધાભાઇ લુહાર અને રવિભાઇ અશોકભાઇ મોચી તેમજ એક સગીરને ઝડપી લીધો હતો. જેમની પાસેથી ચોરીનો રૂપિયા 5,500નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!