ડીસા પાલનપુર હાઈવે પર દારુ ભરેલી કારે અન્ય કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં દારુની હેરફેરી અને દારુ ભરેલી ગાડીઓ અકસ્માત સર્જે એવા ગુન્હાઓમાં દિવસે અને દિવસે વધારો થતો જાય છે. ત્યારે આજે પાલનપુર ડીસા હાઈવે પર દારૂ ભરેલી કારે રાહ ચાલતી અન્ય કારને ટક્કર મારવાની ઘટના બની.

 

 

ડીસાથી પાલનપુર આવી રહેલ કારને દારુ ભરેલી કારે ટક્કર મારી અકસ્માત સર્જતા કારનો ખુડદો બની ગયો હતો. અમદાવાદ પાર્સીંગની કાર દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી દરમિયાન રોડ પર બીજી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

 

 

ડીસા પાલનપુર હાઈવે પર દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી કારના ચાલકે અન્ય કારને ટક્કર મારી ફરાર થયી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ગઢ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી કારનો કબ્જો લીધો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!