વ્હોટ્સએપ નવી પ્રાઇવસી પોલીસી પર ભલે પાછળ હટવા તૈયાર ન હોય પરંતુ હવે તેની મુશ્કેલીઓ વધી રહી છે. ભારતના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી અંગે તપાસના આદેશ આપ્યા છે. સીસીઆઈએ કહ્યું છે કે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોલિસીને અપડેટ કરવાની આડમાં એન્ટી ટ્રસ્ટ લોનો ભંગ કર્યો છે.
વોટ્સએપનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓએ કોઈ પણ ભોગે કંપનીની પોલીસીનો સ્વીકાર કરવાનો રહેશે. આ પોલીસી મુજબ કંપની ફેસબુક અને તેની અન્ય કંપનીઓ સાથે કેટલાક વપરાશકર્તાઓનો ડેટા શેર કરશે.વોટ્સએપએ આ વિશે કહ્યું છે કે, વર્ષ 2021નું અપડેટ ફેસબુક સાથે ડેટા શેરને વધારવાનું નથી. વપરાશકર્તાને આનો લાભ મળશે. વપરાશકર્તાઓ જાણી શકશે કે તેમના ડેટા વોટ્સએપ કેવી રીતે એકત્રિત કરે છે અને શેર કરે છે.
CCIએ વ્હોટ્સએપની નવી પોલિસી પરના મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો લીધો છે. સીસીઆઈએ તેની તપાસ ટીમના ડીજીને આ અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે. તપાસનો અહેવાલ 60 દિવસની અંદર રજૂ કરવાનો રહેશે. સીસીઆઈએ કહ્યું કે, વોટ્સએપે તેના વપરાશકારો માટે કોઈ વિકલ્પ છોડ્યો નથી.
જોકે સીસીઆઈએ કહ્યું છે કે, વોટ્સએપના આ દાવાની પણ તપાસ કરવામાં આવશે. સીસીઆઈનું કહેવું છે કે, વોટ્સએપ નીતિથી એ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કંપની વપરાશકર્તાનો જૂનો ડેટા એકત્રિત કરશે કે નહીં. જે વપરાશકર્તાઓ ફેસબુક પર નથી, કંપની તેમનો ડેટા પણ ફેસબુક સાથે શેર કરવા માંગે છે. આ યોગ્ય નથી. Competition Commission of India કે CCI ભારત સરકારનું એક સંગઠન છે. તેનું કાર્ય ઉપભોક્તાના હક્કોનું રક્ષણ અને કંપનીઓ વચ્ચે ઉચિત કંપીટિશનને પ્રોત્સાહન આપવાનું છે. તમને જણાવી દઈએ કે, વોટ્સએપની નવી ગોપનીયતા નીતિને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે.
From – Banaskantha Update