test

પ્રિયંકા-ઓપ્રા ઇન્ટરવ્યુમાં સાથે દેખાયા, પરંતુ હકીકત જાણીને તમે આંખો મસળતા રહી જશો :

- Advertisement -
Share

હોલિવુડની ફેમસ હોસ્ટ ઓપ્રા વિન્ફ્રેની સાથે પ્રિયંકા ચોપડાના તાજેતરના ઇન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઇ. આ ઇન્ટરવ્યુમાં પ્રિયંકા પોતાના પુસ્તકનું પ્રમોશન કરવા પહોંચી હતી. એવામાં તેમણે ઓપ્રાના પતિ નિક જોનસ પોતાના પરિવાર, ઉછેર અને ફિલ્મી કરિયર અંગ વાતો કરી. આ ઇન્ટરવ્યુએ દેશ અને દુનિયામાં તહેલકા મચાવી રહ્યો છે. તેની સાથે જોડાયેલી વાતોને પસંદ પણ કરાય રહી છે અને કેટલાંક વિવાદ પણ થયા છે પરંતુ હવે એક મજેદાર વાત સામે આવી છે જેને સાંભળી તમે પણ હેરાન થઇ જવાનો છે.

ઓપ્રા વિન્ફ્રે અને પ્રિયંકા ચોપડાની વચ્ચે વાતચીતના પ્રોમોને તો આપણે બધાએ જોયો છે. પરંતુ શું તમને ખબર છે કે વીડિયોમાં સામ-સામે બેઠેલા પ્રિયંકા અને ઓપરા અસલમાં એકબીજાની સામે જ નહોતા? જી હા એક રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપડા અને ઓપ્રા વિન્ફ્રેના આ ઇન્ટરવ્યુને કોવિડ મહામારીના લીધે વર્ચુઅલી રેકોર્ડ કરાયો હતો. ત્યારબાદ કટિંગ એજ ટેકનોલોજીની મદદથી બંને વીડિયોને સાથે જોડીને દર્શકોની સામે રજૂ કરાયો.

 

 

ઇન્ટરવ્યુના શુટિંગ સમયે પ્રિયંકા ચોપડા લંડનમાં હતી અને ઓપ્રા અમેરિકામાં. બંનેની વચ્ચે 7200 કિલોમીટર છે. એવામાં વીડિયોમાં તમે જે પ્રિયંકા ચોપરાને ઓપ્રાની સામે જોઇ રહ્યા છો તે અસલમાં લંડનમાં બેઠી છે અને ઓપ્રા અસલમાં અમેરિકામાં પોતાના ઘરે છે. જો તમે વીડિયોમાં એ વાત પર ધ્યાન આપ્યું નથી તો તમે ફરીથી દેખજો, જોવા જેવો છે. તમે જોશો કે પ્રિયંકાની ખુરશી જ્યારે જમીનથી મળી રહી છે તો પિક્સેલેટ થઇ રહી છે. સાથો સાથ નેચરલ શેડોની કમી પણ તમને દેખાશે. એવામાં કહેવાનું એ હશે કે આ તકનીક ખરેખર કમાલની છે.

દિલચસ્પ વાત એ છે કે આ વર્ષે યોજાયેલ હોલિવુડના પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ્સ ઍવૉર્ડસમાં એક્ટ્રેસ એમી પોહલર અને ટીના ફે એ બાઇ કોસ્ટલ વર્ચુઅલ સેરેમનીને હોસ્ટ કરી હતી. આ દરમ્યાન ટીના ન્યૂયોર્કના રેનબો રૂમમાં હાજર હતી અને એમી કેલિફોર્નિયાના બેવર્લી હિલ સ્થિત દ બેવર્લી હિલ્ટનમાં હતી. બંનેને દેશના અલગ-અલગ ખૂણામાં થયાની તકનીકની મદદ લઇ તેના વીડિયોને જોડવામાં આવ્યા હતા.

પ્રિયંકા ચોપડાએ તેના માતા-પિતા અને ઉછેર અંગે પણ વાતો કરી છે. પ્રિયંકાએ કહ્યું કે તેના ઘરમાં પૂજા પાઠ ખૂબ જ થતા હતા, તેના પિતા મસ્જિદ જતા હતા અને તે કોન્વેન્ટ સ્કૂલમાં ભણી છે. તો તેને નાનપણથી જ અલગ-અલગ ધર્મો અંગે શીખવાડવામાં આવ્યું હતું. જો કે પ્રિયંકાની મસ્જિદવાળી વાતને લોકોએ પકડીને તેની ખૂબ મજાક બનાવી હતી. પોતાના કેરિયર અને પુસ્તક અંગે પણ પ્રિયંકાએ ઓપ્રા સંઘ ચર્ચાની કરી હતી.

પ્રિયંકા ચોપડાના ઓપ્રા સંગ ઇન્ટરવ્યુની વાત કરીએ તો તેણે પતિ નિક જોનાસ અંગે વાતચીત કરતાં કહ્યું હતું કે પહેલાં તેણે નિકને સિરિયસ લીધો નહોતો. પ્રિયંકાનું કહેવું હતું કે જ્યારે નિકે તેને મેસેજ કર્યો તો તે વિચારી રહી હતી કે હું 35 વર્ષની છું લગ્ન કરવા માંગું છું, બાળકો જોઇએ છે અને નિક હજુ 25 વર્ષનો છે. જો કે બાદમાં જ્યારે બંનેએ એકબીજાને મળવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે નિક તેના માટે જ બન્યો છે. પ્રિયંકા એ કહ્યું કે નિક જોનસ તેને સંપૂર્ણપણે સપોર્ટ કરે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!