જો તમારા મોબાઈલમાં એપ ક્રેશ થઈ રહી હોય તો ગૂગલે જણાવી તેને ઠીક કરવાની રીત

- Advertisement -
Share

કેટલાય એન્ડ્રોઈડ યૂજર્સ કાલથી એપ ક્રેશ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે, ગૂગલએ તેને ઠીક કરી લીધુ છે. તેનો મતલબ એવો નથી કે તમારા મોબાઈલ પર તે જાતે જ ઠીક થઈ જશે. ગૂગલે અપડેટ બહાર પાડ્યું છે, જેનાથી તમારે મેન્યૂઅલી તમારા મોબાઈલ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરવું પડશે. કંપનનીએ તેના માટે રીત પણ બતાવી છે. અમે તમને તે રીત જણાવી રહ્યા છીએ.

ગૂગલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, અમે વેબ વ્યૂના કારણે થઈ રહેલી સમસ્યાને ઠીક કરી લીધી છે, જેનાથી એન્ડ્રોઈડ એપ્સ ક્રેશ થઈ રહી હતી. એન્ડ્રોઈડ સિસ્ટમ વેબ વ્યૂ અને ગૂગલ ક્રોમને પ્લે સ્ટોરના માધ્યમથી અપડેટ કરીને અપડેટ કરી શકાય છે.

જો તમારી સાથે પણ એન્ડ્રોઈડ એપ્સ ક્રેશ થવાની સમસ્યા થઈ રહી હોય તો તમે આ સ્ટેપને ફોલો કરો. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાવ. પ્લે સ્ટોરમાં Android System Web View સર્ચ કરો. પહેલા નંબર પર જ તમને આ જોવા મળશે. તેને ટેપ કરવા પર અપડેટ કરવાનું ઓપ્શન જોવા મળશે. તેને અપડેટ કરો.

બીજા સ્ટેપના ભાગ રૂપે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જ જવાનુ છે. અહિયા ગૂગલ ક્રોમ સર્ચ કરો. ગૂગલ ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરી લો. બન્ને અપડેટ થઈ ગયા બાદ એન્ડ્રોઈડ સ્માર્ટફઓન્સમાં એપ ક્રેશની સમસ્યા દૂર થઈ જશે. નોંધનિય છે કે, દુનિયાભરમાં કેટલાય યૂઝર્સને કાલથી એપ ક્રેશ થવાની સમસ્યા આવી રહી છે. તેના માટે સેમસંગે પણ રિપ્લાઈ આપીને લોકોને તેને ઠીક કરવાની રીત બતાવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!