અમ્પાયર્સ કોલ અંગે કુંબલે-કોહલી આમને-સામને, નિયમમાં ફેરફાર નહીં થાય પરંતુ સરળ બનાવાશે

- Advertisement -
Share

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી દરમિયાન અમ્પાયર્સ કોલના નિયમ અંગે ઘણો વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં જ સુકાની વિરાટ કોહલીએ આ નિયમને અસ્પષ્ટ અને ગૂંચવાડાભર્યો ગણાવ્યો હતો અને તેમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. જોકે અનિલ કુંબલેના નેતૃત્વ હેઠળની આઇસીસી ક્રિકેટ સમિતિ અમ્પાયર્સ કોલના નિયમમાં ફેરફાર કરે તેવી નહિવત્ સંભાવના છે. ક્રિકેટ સમિતિએ અમ્પાયર્સ કોલને યથાવત્ રાખવાની ભલામણ કરી છે.

આઇસીસી ક્રિકેટ સમિતિની બેઠક 30મી માર્ચે યોજાશે અને તે સમયે મુખ્ય અધિકારી મનુ સાહનીના ભવિષ્ય અંગેનો પણ નિર્ણય લેવાશે. સાહનીને અત્યારે ફરજિયાતપણે રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. આંતરિક તપાસમાં સાથી કર્મચારીઓ પ્રત્યે તેમના અપમાનજનક વ્યવહારનો ઘટસ્ફોટ થયો હતો. બેઠકમાં અમ્પાયર્સ કોલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સંભવિત એલબીડબ્લ્યૂના નિર્ણયમાં કેટલાક સામાન્ય ફેરફાર કરવામાં આવી શકે છે, જેમાં બોલ સ્ટમ્પ ઉપર જતો હતો કે નહીં તેવી સામાન્ય બાબતને વધારે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.

આ ક્રિકેટ સમિતિમાં રાહુલ દ્રવિડ, મહેલા જયવર્દને, એન્ડ્રયુ સ્ટ્રાઉસ અને શોન પોલોક જેવા દિગ્ગજ ક્રિકેટર્સ છે. નોંધનીય છે કે અમ્પાયર્સ કોલમાં ફેરફાર નહીં કરવાની ભલામણ બ્રોડકાસ્ટર, મેચ અધિકારીઓ તથા હોક આઇ નિષ્ણાતો સાથે લાંબી વાટાઘાટ કર્યા બાદ કરવામાં આવી છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ કુંબલે અને કોહલી વચ્ચેના તનાવપૂર્ણ સંબંધોના કારણે એવી અટકળો થઇ રહી છે કે અમ્પાયર્સ કોલમાં કુંબલે કોઇ પણ ફેરફાર કરવા દેશે નહીં. સમિતિએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ પ્રણાલીમાં ફેરફાર કર્યો હતો જેની સામે ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને કોહલી બંને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અમ્પાયર્સ કોલ અંગે એમસીસીમાં પણ બે ગ્રૂપ થયા છે. કેટલાકનું માનવું છે કે આ નિયમના બદલે સામાન્ય આઉટ કે નોટઆઉટનો નિયમ રાખવો જોઇએ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!