પાલનપુરના એક ગરીબ સંધી પરિવારના પુત્રએ ભારતના તિરંગા સાથે 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. નાનપણથી ભારતીય લશ્કરમાં જોડાવાની તમન્ના રાખનાર આ યુવક તૌફીકના જન્મના થોડા વર્ષો બાદ પિતાનું અવસાન થતાં માતાના શિરે પરિવારની જવાબદારી આવી.
પરંતુ પોતાના પુત્રના સપના પુરા કરવા માટે માતાએ દિવસ રાત મહેનત કરી પોતાના પુત્રને પિતાની ખોટના પડે એ રીતે આખા ઘર પરિવારનું ભરણ પોષણ સાથે પુત્રની દરેક બાબતોમાં તેને સપોર્ટ પણ કર્યો.
યુવકનું એક સ્વપ્ન હતું ભારતીય લશ્કરમાં જોડાવાનું તે હજુ પૂરું ના થયું પરંતુ હિંમત હાર્યા વગર અથાગ પરિશ્રમ કરીને નેપાળમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતના તિરંગા સાથે આ દોડ યોજાઈ હતી. જેમાં તૌફીક તિરંગો લઇ આ દોડમાં સૌપ્રથમ આવી પોતાના પરિવાર સહિત ગુજરાત તેમજ દેશનું નામ રોશન કર્યું હતું.
કહેવાય છે કે કુદરતે દરેક માણસને કુશળતાની શક્તિઓ આપેલી હોય છે પરંતુ ક્યારેક ગરીબીના બોઝ, પારાવારિક જવાબદારીઓ નીચે આ શક્તિઓ દબાઈ જતી હોય છે. પરંતુ અથાગ પરિશ્રમ મહેનત કરી સપનાઓ સાકાર કરવાવાળા પણ આ ભારત દેશમાં યુવાનો જોવા મળે છે.
ઘણા એવા યુવાનો છે જેમને દેશની સેવા માટે લશ્કરમાં જોડાવવું હોય છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ તેમને માટે નડતર રૂપ બનતી હોય છે. ત્યારે આવા યુવાનો માટે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ પણ મદદે આવે તેવી પણ લોકોની માંગ છે.
From – Banaskantha Update