અગરબત્તીના કારખાનામાં આગ લાગતા રોજગાર છીનવાઈ જતા મહિલાઓ રડી પડી : ફેક્ટરીમાં ભારે આગ, કોઈ જાનહાની નહીં

- Advertisement -
Share

વડોદરામાં એક અગરબત્તીની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી. ધીરે ધીરે આગ ભયંકર બની જતા ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.

 

 

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં અગરબત્તીનું ઉત્પાદન કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાં મહિલા કર્મચારીઓ ચોધાર આસુંએ રડી પડી હતી. મહિલાઓએ રડતાં.. રડતાં…જણાવ્યું કે, હવે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે.

 

 

શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીના માલિક સંજયભાઇ છે. આગના બનાવની જાણ થતાં તેઓ ગણતરીની મિનીટોમાં આવી પહોંચ્યા હતાં. કંપનીમાં 40 જેટલી મહિલાઓ કામ કરતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતાં હતા.

 

 

અચાનક જ ફેક્ટરીમાં આગ લાગી ગઇ હતી. અગરબતીનું રોમટીરિયલ જ્વલનશિલ હોવાથી આગ બેકાબૂ બની હોવાનું જણાઇ રહ્યું છે. આ કંપનીમાં કોઈ ફસાયું ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. જોકે ફેક્ટરીમાં મોટું નુકસાન થયું છે.

 

 

સવારે 9 કલાકે મહિલાઓ નોકરી ઉપર હાજર થવાના સમયે આવી પહોંચી હતી. કંપની ઉપર આવી પહોચેલી મહિલાઓએ કંપનીને ભડભડ સળગતી જોતા જ સ્તબ્ધ થઇ ગઇ હતી. કેટલીક મહિલાઓ મહિલાઓ પોક મૂકી રડવાનું શરૂ કરી દીધું હતું.

 

 

સવિતાબેન નામના કર્મચારીએ કંપનીમાં આગ લાગી જતાં ભારે દુઃખ સાથે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આ કંપનીએ અમોને અને અમારા પરિવારને રોજગારી પૂરી પાડી છે. આજે અમારી કંપનીમાં આગ લાગતા અમે હવે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે. હવે અમે શું કરીશું.

 

 

ઉલ્લેખનીય છે કે, કંપનીમાં અગરબત્તી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 

 

મીનાબહેન નામની મહિલા કર્મચારીએ જણાવ્યું કે, આ કંપની મારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. કંપનીમાં આગ લાગતા હવે અમારુ શું થશે. કોરોના કાળમાં અમોને બીજી નોકરી પણ નહીં મળે. અમારા માથે તો આભ ફાટ્યું. તેવા આક્રદ સાથે મહિલાઓ પોતાની રોજીરોટી છીનવાઇ ગઇ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!