શરદી-તાવ-ઉધરસ કરાવતો તાવ કોરોના વાયરસનો કરશે ખાતમો :

- Advertisement -
Share

કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. કોરોના નવા નવા સ્વરૂપ બદલી રહ્યો છે તેમ તેમ તેના લક્ષણો પણ બદલાઈ રહ્યાં છે. હાલ ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વેક્સીનેશન વચ્ચે પણ કોરોના પાછો પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સામે આવેલો એક અભ્યાસ મોટી રાહત આપી શકે છે.

ગ્લાસગો યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ શરીરમાં જો સામાન્ય શરદી-ઊધરસ-તાવ પેદા કરતો વાયરસ એટલે કે રાઈનો વાયરસ હોય તો તે સમયે કોરોના વાયરસ તમારું કશું બગાડી શકે નહીં.

ગ્લાસગો યુનિવર્સિટીના સેન્ટર ફોર વાયરસ રિસર્ચના વૈજ્ઞાનિકોના નવા સ્ટડીને જર્નલ ઓફ ઈન્ફક્શિયસ ડિસિઝમાં પબ્લિશ કરાયો છે. ગ્લાસગો યુનિવર્સિટીએ તેને પોતાન ટ્વિટર હેન્ડલ ઉપર પણ શેર કર્યો છે અને ગ્રાફના માધ્યમથી સમજાવવાની કોશિશ કરી છે કે કઈ રીતે રાઈનોવાઈરસ કોરોના વાયરસને રોકી રાખવામાં સક્ષમ જોવા મળે છે.

આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ રેસ્પિરેટરી ટ્રેકની રેપ્લિકા બનાવી. ત્યારબાદ તેમા કોરોના વાયરસ અને રાઈનો વાયરસને એક સાથે છોડ્યા હતા. વૈજ્ઞાનિકોએ તેના પર નજર રાખી અને તેના ચોંકાવનારા પરિણામ આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ જોયું હતું કે, રાઈનો વાયરસે કોરોના વાયરસને રેસ્પિરેટરી ટ્રેકમાં એન્ટ્રી જ ન થવા દીધી નહોતી.

બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના શોધ મુજબ રાઇનો કોરોના વાયરસના રિપ્લેક્શનને રોકે છે. કારણ કે બંને એક જ પ્રકારના વાયરસ છે અને ત્યારબાદ બંને વાયરસમાં ઘમાસાણ શરૂ થાય છે. જેમાં મજબૂત રાઈનો વાયરસ કોરોના વાયરસના પ્રસારને સીમિત કરે છે અને માણસના શરીર પર તેની ખાસ અસર રહેતી નથી.

આ રિસર્ચ દરમિયાન શરૂઆતના 24 કલાક સુધી રાઈનો વાયરસ સંપૂર્ણ રીતે ભારે પડ્યો હતો. તેણે માત્ર કોરોના વાયરસનો વૃદ્ધિ દર રોક્યો એટલું જ નહીં પરંતુ પોતાને પણ ઝડપથી મજબૂત કર્યો. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, આ રિસર્ચથી સંપૂર્ણ રીતે એ સાબિત થતું નથી કે જો તમે રાઈનો વાયરસથી સંક્રમિત થયા છો તો તમે કોરોનાથી સંક્રમિત છો. હકીકતમાં રાઈનો વાયરસ ખતમ થયા બાદ કોરોના વાયરસ ફરીથી જોર પકડી શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!