voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી 2-0 થી શ્રેણી જીતી, લાથામની સદી

- Advertisement -
Share

મેન ઓફ ધ મેચ બનેલા સુકાની ટોમ લાથામની આકર્ષક સદીની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી બીજી વન-ડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીને 2-0થી જીતી લીધી હતી. બાંગ્લાદેશના છ વિકેટે 271 રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમે 48.2 ઓવરમાં 5 વિકેટે 275 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

બાંગ્લાદેશ માટે ઓપનર તમિમ ઇકબાલે 108 બોલમાં 78 તથા મોહમ્મદ મિથુને 57 બોલમાં 6 બાઉન્ડ્રી અને 2 સિક્સર વડે અણનમ 73 રન બનાવ્યા હતા. અમ્પાયર્સ કોલનો વિવાદ ફરીથી સર્જાયો હતો અને તમિમને જીવતદાન મળ્યું હતું. તેણે વન-ડેમાં 50મી અડધી સદી પૂરી કરી હતી. મિથુને વન-ડેમાં છઠ્ઠી અડધી સદી પૂરી કરી હતી.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે ન્યૂઝીલેન્ડે એક સમયે 53 રનના સ્કોરે 3 ટોચના બેટ્સમેન ગુમાવી દીધા હતા. ત્યારબાદ લાથામ તથા કોનવેએ બાજી સંભાળીને ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. વર્લ્ડ કપ સુપર લીગના ભાગ તરીકે રમાતી આ મેચમાં ન્યૂઝીલેન્ડે 10 પોઇન્ટ હાંસલ કર્યા હતા. લાથામે 108 બોલમાં 10 બાઉન્ડ્રી વડે 108 રન બનાવ્યા હતા. કોનવેએ 93 બોલમાં 7 બાઉન્ડ્રી વડે 72 રન ફટકાર્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!