બનાસકાંઠાના વડગામ તાલુકામાં રબારી સમાજની માલોસણા ગામની દિકરી પ્રથમવાર બી.એસ.એફ માં પસંદગી પામતા પરિવારમાં ખુશીનો માહોલ. ત્રણ વર્ષથી તનતોડ મહેનત અને પરિશ્રમ કરતી માલોસણા ગામની રબારી સમાજની દિકરી કોમલબેન વાલજીભાઈ રબારીનું સપનુ થયુ સાકાર.
વડગામ તાલુકાના માલોસણા ગામના વાલજીભાઈ ધનાભાઇ રોઝની દિકરી બી.એસ.એફ માં પસંદગી થતાં ગામ માલોસણા તથા વડગામ ધાણધાર સમાજનુ નામ રોશન કર્યું હતું. ધાણધાર સમાજમાં 80 ગામમાં માલોસણાની પ્રથમ રબારી સમાજની દિકરી બી.એસ.એફમાં પસંદગી પામી હતી.
કોમલબેન 2018ના રોજ ઓનલાઈન પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું ત્યારબાદ 2019માં પ્રેકટીકલ લેવાયું હતું 2020 મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવી હતી અને 2021માં પસંદગી પામી હતી ત્યારે સ્ટાફ સિલેક્સન બોર્ડ દ્વારા બી.એસ.એફમાં પસંદગી પામતાં આવનારા દિવસોમાં પંજાબ ખાતે ટ્રેનિંગમાં જોડાસે.
દિકરીએ પોતાના ગામમાં ઘણા યુવાનો ફોજમાં હતા તેમને જોઈ ફોર્સમાં જોડાવાનું નક્કી કર્યું હતું તથા તનતોડ મહેનત અને લગન સાથે તૈયારી કરી માલોસણા ગામ અને ધાણધાર સમાજ વડગામ રબારી સમાજ પરિવારનું નામ રોશન કર્યું હતું. કોમલબેનનું સપનું પુર્ણ થતા પરિવારમાં ખુશી જોવા મળી.
From – Banaskantha Update