બનાસકાંઠાના ડીસામાંથી નકલી વ્યંઢળ ઝડપાયો : ગુજરાતમાંથી વ્યંઢળો એકત્રિત થઇ તેનું મુંડન કર્યું

- Advertisement -
Share

ડીસામાં આજે સમગ્ર ગુજરાતમાથી વ્યંઢળો એકત્રિત થયા હતા અને ડીસામાં લોકો પાસેથી નકલી વ્યંઢળ બની નાણાં ઉઘરાવી રહેલા તેમજ લોકોને હેરાન કરતા એક શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કરાવ્યુ હતું અને લોકોને આવા વ્યંઢળોને દાન ના આપવા અપીલ કરી હતી.

 

 

કોઈ તહેવાર હોય કે શુભ પ્રસંગ ત્યારે વ્યંઢળો તેમનો હક મેળવવા માટે આવતા હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ વ્યંઢળો લોકો પાસે તેમના હક સ્વરૂપે નાણાં લેતા હોય છે અને ગુજરાતમાં તેમનું એક એસોસિએશન પણ બનેલું છે. તેમના સમાજ પ્રમાણે આ એસોસિએશનમાં જે સમાવેશ થયેલા હોય તેવા વ્યંઢળોને માન્ય વ્યંઢળોનો દરજ્જો આપવામાં આવેલો છે.

 

 

પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત વ્યંઢળોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આવા વ્યંઢળની માંગણીઓ વધતી જતી રહી છે અને ઘણીવાર તો આવા વ્યંઢળ ગેર વ્યાજબી માંગણીઓ કરતા હોવાના લીધે અન્ય વ્યંઢળોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે.

 

 

ત્યારે ડીસામાં પણ ઘણા સમયથી એક શખ્સ નકલી વ્યંઢળ બની નાણાં ઉઘરાવી તેમજ લોકોને હેરાન કરી લૂંટ મચાવતા હોવાની ઘટના ડીસાના સાચા વ્યંઢળોને સામે આવતા આજે સમગ્ર ગુજરાતમાંથી વ્યંઢળો એકત્રિત થયા હતા અને ડીસા શહેરમાં નકલી વ્યંઢળ શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કર્યું હતું.

 

Advt

 

વ્યંઢળોને વારંવાર પરેશાન કરતાં આ શખ્સ દ્વારા વ્યંઢળોના સ્વાંગ લોકો પાસેથી નાણાં ખંખેરતો પણ હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી આવા શખ્સોને લોકોએ પણ નાણાં ના આપવાની વ્યંઢળ સમાજના લોકોએ અપીલ કરી છે.

 

 

આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હોળી અને ધૂળેટીના તહેવાર પર વ્યંઢળો લોકોના ઘરે – ઘરે પહોંચીને તેમનો હક માંગતા આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે વ્યંઢળોની સંખ્યા વધી રહી છે અને તેમની માંગણીઓ પણ ગેર વ્યાજબી બનતી જઇ રહી છે તેને લઈ લોકો પરેશાન છે ત્યારે આવા બનાવોને પગલે જે લોકો પ્રેમથી વ્યંઢળોને તેમનો હક આપતા હોય છે તે પણ હવે તેમનો હક આપતા અચકાઈ રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!