બનાસકાંઠાના દિયોદરમાં શક્તિનગર સોસાયટીમાં એકાએક મકાનની છત પડતા એક વૃદ્ધ મહિલા ઘાયલ થયાની ઘટના બની. મકાનના કઠેડાનો ભાગ જર્જરીત હાલતમાં હોવાથી ઉપરનો ભાગ તૂટી નીચે પડયો હતો.
દિયોદરની શક્તિનગર સોસાયટીમાં એક મકાનના કઠેડાનો ભાગ જર્જરીત હાલતમાં હોવાથી છત તૂટીને નીચે પડી હતી. છત તૂટીને વૃદ્ધ મહિલા પર પડતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી.
ઘટના બનતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને વૃદ્ધ મહિલાને મોટી દીવાલ નીચેથી બહાર કાઢ્યા હતા. ત્યાના સ્થાનીકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી વૃદ્ધ મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા.
From – Banaskantha Update