લૂંટેરી દુલ્હન યુવકના બે લાખ પડાવી થઇ ફરાર, લગ્ન માટે જુનાગઢ જેલમાંથી આવી હતી યુવતી

- Advertisement -
Share

માલપુરના ઉભરાણમાંથી એક 35 વર્ષના યુવક પાસેથી બે લાખ લઇને લૂંટેરી દુલ્હન ફરાર થઇ ગઇ હતી. પરંતુ વાત અહીં જ નથી અટકતી આ યુવતીએ આ પહેલા 15 વાર આ રીતે યુવાન અને તેના પરિવારને લૂંટ્યા છે હાલ તે જૂનાગઢની જેલામાં બંધ હતી.

 

 

તે દરમિયાન જ આ આખો પ્લાન ધડીને ફરીથી ઉભરાણના યુવાનને લૂંટીને ફરાર થઇ ગઇ છે. જે અંગે હાલ યુવકે પોલીસ ફરિયાદ કરી છે. માલપુરના ઉભરાણના યુવકને મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ભેગા થઇ લગ્નના નામે 1.75 હજારની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતા તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

ઉભરાણના 35 વર્ષીય યુવકના લગ્ન માટે સમાજમાં દીકરીઓની અછત હોવાથી અમદાવાદની મહિલા સાથે સંપર્ક થતા યુવતી બતાવી લગ્ન માટે બે લાખ નક્કી થયા હતા. લગ્ન કરાર વખતે નોટરી કરાવવા જતા આધારકાર્ડ ખુલતું ન હતુ જેથી નોટરી થઇ ન હતી.

 

 

યુવકે નોટરી કર્યા વગર મહિલાને 1 લાખ 75 હજાર આપ્યા હતા. ત્યાં દસ દિવસ બાદ ઘરે બાધા કરવાની છે તેવું જણાવીને બીજા 25,000 લઇ ગઇ હતી. આ મહિલા અમદાવાદ ગયા બાદ પરત ના ફરતા યુવક સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.

 

 

ઉભરાણના જયેશભાઈ જશુભાઇ પટેલ ઉં. વર્ષ 35 જેઓ પોતાના માતા-પિતા સાથે રહી ખેતી કામ કરતા હતા. લગ્નની ઉંમર થઈ હોય પરિવારના સભ્યો દ્વારા સંસ્કારી વહુની શોધમાં હતા પરંતુ સમાજમાં દીકરીઓ ઓછી હોવાને કારણે અન્ય સમાજમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. માહીતીને આધારે અમદાવાદના શારદાબેન શર્મા નામની મહિલા લગ્ન કરાવી આપે છે.

 

 

 

એવુ જણાતા પરિવારના સભ્યો દ્વારા મહિલાના ઘરે જઈ નક્કી કરેલ, આ મહિલા અને ભાગ્યવતી નામની છોકરીને લઇ તેની માતા, મધુબેન, અનિલભાઈ ગોહિલ નામના શખ્સો રિક્ષામાં બાયડ આવી લગ્ન કરવાનું નક્કી થયું હતું, જેના માટે બે લાખ આપવા પડશે તેમ નક્કી કરી નોટરી કરવી.

 

 

તા. 22 -12- 2020 ના રોજ ઉપરોક્ત તમામ લોકો બાયડ આવીને વકીલના ત્યાં આવી નોટરી કરવાનું નક્કી કર્યું હતું. ભગવતીના આધાર પુરાવા માગતાં આધાર કાર્ડમાં લિંક કરાતાં ભગવતી માધવલાલ તિવારી, રહે. ગણેશપુરા, પાલનપુર જણાવ્યું, જે આધાર કાર્ડ લિન્ક ખુલતી ન હતી.

જેથી નોટરી કરી ન હતી. બાયડમા જ અગાઉ નક્કી કર્યા મુજબ 1 લાખ 75 હજાર શારદાબેન શર્માને આપવામાં આવ્યા હતા. તે લોકો અમદાવાદ પરત ગયા અને દુલ્હન ભગવતી અને દુલ્હા જયેશભાઈ પટેલ પરિવારના સભ્યોની સાથે ઉભરાણ ઘરે આવ્યા હતા.

શરુઆતથી ભગવતીએ ઘરનું કામકાજ શરૂ કરી ઘરના સભ્યોને વિશ્વાસમાં લેવાનું શું કર્યું હતું. ત્યાં દસમા દિવસે ત્યારે માતા ધનુબેનનો ફોન આવ્યો હતો. જેમા જણાવ્યું હતું કે, “ઘરે માતાજીની બાધા કરવાની છે. જેનાથી અમારી દીકરીને અમદાવાદ મોકલશો. બે દિવસ પછી આવી જશે” તેમ જણાવ્યું હતું.

 

 

બીજા દિવસે આ શખ્સો રિક્ષા લઈને ઉભરાણ આવીને મહિલા અને 25,000 લઈ ગયા હતા. બે દિવસ પછી આ લોકોને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જયેશભાઈ અને જશુભાઇ પટેલ પરિવારના સભ્યોને શંકા જતા વારંવાર અમદાવાદ ફોન કરાતાં તેમનો ફોન બંધ આવતો હતો, ઉપરના આ યુવક અને પરિવારને વિશ્વાસમાં લઇ આ ઠગ ટોળકીએ 1 લાખ 75 હજાર લઇ લગ્નનું નાટક કરી છેતરપિંડી કરેલ છે.

જે અંગે જયેશભાઇ જસુભાઇ પટેલે માલપુર પોલીસ સ્ટેશનમાં (1) અંજલી ઉર્ફે ભાગ્યવતી પ્રકાશસિહ વાઘેલા,(2) હંસાબેન ઉર્ફે ધનુબેન, ઉર્ફે નેહા બેન પ્રકાશભાઈ વાઘેલા, રહે. છારાનગર ,મામાની ચાલી, કુબેરનગર અમદાવાદ, (3)અનિરુદ્ધ સિંહ ઉર્ફે મુન્નો ખુમાનસિંહ ગોહિલ, ગામ. ઉખારાલા,તા. ઘોઘા, ભાવનગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!