બનાસકાંઠાના છેવાડાના પંથકના યુવાનોમાં પણ ટેલેન્ટ ધરબાયેલુ પડ્યુ છે. જો એને યોગ્ય માર્ગદર્શન અને દિશા મળે તો બહાર નીકળીને વિશ્વસ્તરે નામના મેળવી શકે છે.
આવી કંઇક અસાધારાણ સિધ્ધી રાજસ્થાનને અડીને આવેલા દાંતિવાડા તાલુકાના છેવાડાના ગામ હરિયાવાડા ગામના ખેડુતપુત્ર મોદી અરવિંદભાઇ મફાભાઇએ આંતરરાષ્ટ્રીય ફલક પર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અરવિંદભાઇએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય, બનાસકાંઠા ઉપરાંત દાંતિવાડા પંથક અને હરિયાવાડા ગામની સાથે મોદી સમાજનુ ગૌરવ વધારતા આનંદ અને ગર્વની લાગણી પ્રસરવા પામી હતી. અરવિંદભાઇને ચોમેરથી અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
હરિયાવાડા ગામના ખેડુત મફાભાઇ મોદીનો પુત્ર અરવિંદભાઇએ બી.એ. નો અભ્યાસ પુર્ણ કરી બી.એસ.એફ. કોન્સ્ટેબલ 2018ની ભરતી સફળતા પુર્વક પાસ કરીને જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે પ્રથમ પોસ્ટીંગ પણ થયેલ છે. દરમિયાન તેણે જીવનમાં કઈક મેળવવાની ઝંખના સેવતા રમતગમતમાં દોડમાં વધારે રસ જાગ્યો હતો.
ગત 21થી 23 જાન્યુઆરી 2021 દરમ્યાન યોજાયેલી રાજ્યકક્ષાની રમતમાં કૌવત દાખવતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આથી અરવિંદભાઇની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ હતી.

આ અંગે તેમણેજણાવ્યુ હતુ કે 07 માર્ચ 2021ના રોજ નેપાળમાં પોખરા ખાતે યોજાયેલી ઇન્ટરનેશન અથ્લેટિક્સમાં રીલેદોડમાં ભારત, નેપાળ અને ભુતાન સહિત વિશ્વના આઠ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતની બે ટીમો પૈકી તેમની ટીમ પાલનપુર ની હતી. જે 4 ઠ 100 મીટર રિલે દોડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
From – Banaskantha Update