ડીસામાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

- Advertisement -
Share

જે રીતે હિન્દુ ધર્મમાં લગ્નના ખર્ચ ઘટાડવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ડીસામાં છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહ યોજાઇ રહ્યા છે અને આજે આ પ્રસંગે 25 જોડાએ એક સાથે નિકાહ પઢીને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

 

 

સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચ દૂર કરવા માટે હવે દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજ પણ હવે અન્ય સમાજોના નકસે કદમ પર ચાલવા માંડી છે. આજે ડીસામાં પણ મુસ્લિમ સમાજની સંસ્થા ડીસા સમાજ સેવા ટ્રસ્ટ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

જેમાં 25 જોડાઓએ ભાગ લઈને સંયુક્ત રીતે નિકાહ પઢયા હતા. કોરોના કાળ દરમ્યાન સરકારની એસ.ઑ.પી.નું સંપૂર્ણ પાલન થાય તે બાબતનું પણ આજે આ સમૂહ નિકાહના કાર્યક્રમ દરમ્યાન વિશેષ ધ્યાન રાખવામા આવ્યું હતું અને દુલ્હાઓને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.

 

 

આ ઉપરાંત સમૂહ નિકાહ દરમ્યાન સોસિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તેની પણ ખાસ તકેદારી રાખવામા આવી હતી. આજે સંયુક્ત રીતે નિકાહ પઢીને દાંપત્ય જીવનની શરૂઆત કરનાર 25 યુગલોને આશીર્વાદ આપવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, પ્રકાશભાઈ ભરતીયા, ડો. સલિમ શેખ, અતિકૂરભાઈ રહેમાન, હારુનભાઇ એજાજ ખાસ હજાર રહ્યા હતા અને આ સમૂહ નિકાહનું આયોજન ડીસાના ગનીભાઇ શેખ, ડીસા પાલિકાના પૂર્વ સદસ્ય મહેબૂબભાઈ શેખ અને ઝાકિરભાઈ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!