ડીસાના જીવદયા કાર્યકરોએ કંસારી ટોલનાકા પાસેથી પાડા ભરેલા પીકઅપ ડાલુ ઝડપ્યું

- Advertisement -
Share

ડીસા તાલુકાના કંસારી ટોલનાકા નજીકથી શનિવારે સાંજે જીવદયા કાર્યકરોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જતાં પાડા ભરેલા જીપડાલુ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

ધાનેરાથી એક પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે અબોલ પશુઓને કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી એકતા એજ લક્ષ સંગઠનનાં કાર્યકર હિમાલય માલોસણીયા, મનીષ ભાટ, નમન પુરોહિત તથા કેતનભાઇ લીમ્બાચીયાને મળી હતી.

 

 

આથી આ તમામ જીવદયા કાર્યકરો શનિવાર સાંજે કંસારી ટોલનાકા પર વોચમાં બેઠા હતા. જે દરમ્યાન પીકઅપ ડાલુ આવતા રોકવાનો ઇશારો કરી પીકઅપ ડાલુ ઉભુ રખાવેલ હતું.

 

 

જીવદયા કાર્યકરોએ જીપડાલામા તપાસ કરતાં 10 જીવતા પાડા મળી આવ્યાં હતાં. આથી ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!