કાંકરેજ: બનાસ નદી બ્રિજ પર નમી ગયેલી લોખંડની ઈંગલોના કારણે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ

- Advertisement -
Share

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની ઉંબરી-કંબોઇ વચ્ચેથી પસાર થતી બનાસ નદી પરના બ્રિજને ટેક્નિકલ ખામી હોવાથી રીપેરીંગ કામ ચાલુ કરાયું છે, જેમાં કલેકટર દ્વારા બ્રિજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

 

આ બ્રિજના બન્ને છેડાઓ પર ઊભી કરેલી લોખંડની ઈંગલોની આડસ થોડા દિવસ અગાઉ કોઈક વાહન અથડાતાં નમી છે અને આ આડસો અત્યારે પણ પડવાના વાંકે નમી ગયેલ છે અને ક્યારે પડે તે નક્કી નહિ.

 

 

જો જલ્દી આ આડસને ઉતારી રીપેર કરવામાં નહિ આવે તો મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે, શિહોરી PSI એસ.વી.આહીરે જણાવ્યું કે આ અકસ્માતા નોતરે તેવી રીતે ઈંગલો નમી ગઈ છે. વાહન ચાલકો અને રાહદારીની, ફરિયાદો આવે છે તેથી દીયોદર 3.ઈ.ને જાણ કરી છે. આ જગ્યાએ કોઇપણ જાતના ડાયવર્ઝન બોર્ડ કે નિશાન લગાવ્યા નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!