બનાસકાંઠા ગુંદરી ચેકપોસ્ટથી દારૂની હેરાફેરી કરતી એમ્બ્યુલન્સ ઝડપાઈ
#Banaskantha દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચનાર એમ્બુલન્સ દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ
પાંથાવાડા(Panthawada) પોલીસે ગુરુવારે રાત્રે ગુદરી ચેકપોસ્ટથી (Rajasthan) રાજસ્થાનની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ચાલક ફરાર થઈ ગયો હતો.
રાજસ્થાનમાથી મોટી માત્રામાં દર્દીઓ (gujarat) ગુજરાતમાં સારવાર અર્થે આવતા હોય છે. તેની તક ઉઠાવી બુટલેગર દ્વારા ઈનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતાં હતાં. પરંતુ પાંથાવાડા પોલીસ(police) ગુરૂવારે રાત્રે ગુદરી ચેકપોસ્ટ પર ચેકીંગમાં હતી ત્યારે રાજસ્થાનના મંડાર તરફથી આવતી એમ્બ્યુલન્સ (આરજે-14-ટીએ-1899)ને ઉભી રાખવાનો ઈશારો કરતાં ચાલકે પાંથાવાડા તરફ ભગાડતાં પાથાવાડા પોલીસે પીછો કરી આર્શીવાદ હોટલ પાસે એમ્બ્યુલન્સને રોકાવી હતી.
પંરતુ ચાલક સુરેશ લાલજી વિશ્નોઈ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પંરતુ વાનમાં બેઠેલ શખ્સ પ્રકાશ હરચદજી રબારી (કાલોર) (રહે.સોતરૂ,તા.રાણીવાડા)ને ઝડપી પાડ્યો હતો.
એમ્બ્યુલન્સમા તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 936, કિંમત રૂ.1,48,800 સાથે ગાડીની કિમત કુલ રૂ. 6,51,300 મુદામાલ જપ્ત કરી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં સુરેશ વિશ્નોઈ દારૂ લાવ્યો હતો અને અમદાવાદમાં હિતેન ભરતભાઇ ઠાકોર (રહે.સરસ્વતીનગર, ન્યુ રાણીપ)ને આપવા જતાં હતા.
From – Banaskantha Update