પાલનપુરમાં હીરાબા – લીલાબા સમાજ ભવન ખાતે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું : 155 જેટલા લાભાર્થીઓ લાભ લીધો

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુરમાં હીરાબા- લીલાબા સમાજ ભવન, ઢુંઢીયાવાડી ખાતે કોવિડ-19 રસીકરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્સાહિત થઈને 155 જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોઢ – મોદી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

 

 

કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સીનીયર સીટીઝનોને બીજા ડોઝ માટે મોબાઈલ નંબર પર એસ.એમ.એસ આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે. કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે કોરોનાની રસીથી કોઈ આડઅસર થતી નથી અને રસી લેવી જરૂરી છે જેથી કરીને કોરોના સંક્રમણ અટકાવી શકાય.

 

 

આ કાર્યક્રમમાંને વિશેષ બનાવવા માટે નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, શાસક પક્ષના નેતા હર્ષાબેન મહેશ્વરી, શહેર ભાજપ મહામંત્રી અતુલ જોશી, પ્રશાંતભાઇ ગોહિલ, શહેર ભાજપ ઉપપ્રમુખ મનોજ રાવલ, નગરપાલિકા સદસ્ય કૌશલભાઇ જોષી, ભગવાનભાઇ પટેલ, ઉદ્યોગપતિ દલસુખભાઈ અગ્રવાલ વગેરે લોકોએ હાજરી આપી હતી.

 

 

શહેરી આરોગ્ય કેન્દ્ર પાલનપુર-1 ના મેડીકલ ઓફિસર કિંજલબેન પટેલે રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં અને રસીકરણ પછી પણ યોગ્ય રીતે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા જેવી સમજ આપવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!