ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજનું અધતન શિક્ષણ સંકુલ બનવા જઇ રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામના દાનવીરએ પોતાના સ્વર્ગસ્થ પુત્રના સ્મરણાર્થે રૂપિયા 10 લાખનું રોકડ દાન શુક્રવારે સમાજના આગેવાનોને સુપ્રત કરી શિક્ષણની જયોતને આગળ ધપાવવા સહભાગી બન્યાં હતાં.
ડીસા તાલુકાના આસેડા ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર મગનભાઇ ચેલાભાઇ દેસાઇ (ઘોઘળ)ના પુત્ર હિતેશ મગનભાઇ દેસાઇનું બે વર્ષ અગાઉ દુઃખદ અવસાન થયું હતું જેથી સ્વર્ગસ્થ પુત્રના સ્મરણાર્થે ડીસારબારી સમાજના નવિન શૈક્ષણિક સંકુલમાં રૂપિયા 51 લાખની જાહેરાત કરવામાં આવી હતી.
જેથી શુક્રવારે મગનભાઇ ચેલાભાઇ દેસાઇએ આસેડા ખાતે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના પ્રમુખ રેવાભાઇ દેસાઇ (ગજનીપુર), લાખણી માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઈ પાનકુટા, પીરાભાઇ દેસાઇ (બલોધર)ને ગ્રામજનો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા 10 લાખ રોકડ દાન આપવામાં આવ્યું હતું.
From – Banaskanntha Update