પુતિનને હત્યારો કહી US પ્રેસિડેન્ટ બાઇડેને યુદ્ધનાં બીજ રોપ્યાં : નિષ્ણાતો

- Advertisement -
Share

અમેરિકન પ્રસિડેન્ટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હત્યારો કહ્યા અને ચેતવણી આપી કે તેણે કિંમત ચૂકવવી પડશે. આ જલદ નિવેદનના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, નિવેદનના પગલે રશિયાએ પોતાના અમેરિકા ખાતેના એમ્બેસેડરને મોસ્કો પરત બોલાવી લીધા છે.

દરમિયાન રશિયાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન નેતા પુતિન કિલર હોવાના અશિષ્ટ નિવેદનને US પ્રેસિડેન્ટ પાછું ખેંચે અને માફી માંગે. રશિયન સંસદના ઉપલા ગૃહના ડેપ્યુટી સ્પીકર કોસાયોવે ગુરુવારે ફેસબુક પર લખ્યું હતું કે માફી અને ખુલાસો નહી આવે તો એમ્બેસેડરને યુએસથી પરત બોલાવી લેવાનું પગલું પ્રથમ નહી હોય.

યુદ્ધ નિષ્ણાતોનું કહેવું છે કે બન્ને દેશ વચ્ચે કથળેલા સંબંધોના કારણે આગામી વર્ષ પડકાર ભરેલું રહેશે અને મોટું યુદ્ધ અથવા ઠંડા યુદ્ધનો મોટો ભય દેખાઇ રહ્યો છે. ટ્રમ્પે ચીનની વિરુદ્ધનું વલણ અખત્યાર કર્યું હતું. હવે બાઈડેન ઓબામાકાળમાં પરત ફરી રહ્યા છે.

 

FROm –  Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!