સાઇના નેહવાલ ઈજાનાં કારણે રિટાયર્ડ, પીવી સિંધૂ જીત, શ્રીકાંત-કશ્યપ હાર

- Advertisement -
Share

ભારતના ચાર મેન્સ શટલરે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત સાઇના નેહવાલને ઇજાના કારણે વિમેન્સ સિંગલ્સના પ્રારંભિક મુકાબલાને અધવચ્ચેથી પડતો મૂકવાની ફરજ પડી હતી. સાઇનાને થાપામાં સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. ડેનમાર્કની ખેલાડી મિયા બ્લિચફેલ્ટ સામેના પ્રથમ મુકાબલામાં સાઇના 8-21, 4-10ના સ્કોરથી પાછળ હતી ત્યારે તેણે મુકાબલો પડતો મૂક્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂએ મલેશિયાની સોનિયા ચિયાને 38 મિનિટ સુધી રમાયેલી મેચમાં 21-11, 21-17ના સ્કોરથી હરાવી હતી. આ પહેલાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ થાઇલેન્ડની બેનયાપા અને એમસાર્ડની જોડીને 30 મિનિટમાં 21-14, 21-12થી હરાવી હતી.

મેન્સ સિંગલ્સમાં વિશ્વના 15મા ક્રમાંકિત બી. સાઇ પ્રણીથે ફ્રાન્સના ટોમા જૂનિયર પોપોવને 21-18, 22-20થી પરાજય આપ્યો હતો. એચએસ પ્રણોયે મલેશિયાના ડેરેન લિયૂને 21-10, 21-10થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. યુવા શટલર લક્ષ્ય સેને થાઇલેન્ડના કાંટાફોન વાંગચારોએનને 21-18, 21-12થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સમીર વર્માએ બ્રાઝિલના યેગોર કોલ્હોને 21-11, 21-9થી પરાજય આપ્યો હતો.

 

From –Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!