ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી ભારતે શ્રેણી સરભર કરી :

- Advertisement -
Share

સૂર્યકુમાર યાદવની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે અહીં રમાયેલી ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડને 8 રનથી હરાવીને 5 મેચની શ્રેણી 2-2થી સરભર કરવા ઉપરાંત શુક્રવારે રમાનારી અંતિમ મેચને નિર્ણાયક બનાવી દીધી હતી. ઇંગ્લેન્ડને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 8 વિકેટે 185 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

સૂર્યકુમાર યાદવ ડેબ્યૂ ઇનિંગમાં અડધી સદી નોંધાવનાર ભારતનો 5મો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં અજિંક્ય રહાણે, ઇશાન કિશન, રોહિત શર્મા અને રોબિન ઉથપ્પા પોતાની ડેબ્યૂ ઇનિંગમાં અડધી સદી ફટકારી ચૂક્યા છે. સૂર્યકુમારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં જ ડેબ્યૂ કર્યો હતો પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી નહોતી. સૂર્યકુમારે 31 બોલમાં 6 બાઉન્ડ્રી અને 3 સિક્સર વડે 57 રન ફટકાર્યા હતા અને તે થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બન્યો હતો.

અગાઉ જોફ્રા આર્ચરે ઘાતક સ્પેલ નાખીને ભારતની બેટિંગ લાઇનઅપ વેરવિખેર કરી હતી પરંતુ સૂર્યકુમાર યાદવે કોઇ પણ પ્રકારના દબાણમાં આવ્યા વિના પોતાની સાહજિક રમત દાખવીને 31 બોલમાં 57 રન ફટકારી દીધા હતા. ભારતે નવમી ઓવરમાં સુકાની વિરાટ કોહલી (1) સહિત ટોચની 3 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમારને વિવાદાસ્પદ રીતે કેચઆઉટ અપાયો હતો.

જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. રનચેઝ કરનાર ઇંગ્લેન્ડની ટીમ માટે ઓપનર જેસન રોયે 27 બોલમાં 40 તથા બેન સ્ટોક્સે 26 બોલમાં 46 રન બનાવ્યા હતા. સ્ટોક્સ અને બેરિસ્ટોની જોડી તૂટયા બાદ ઇંગ્લેન્ડની પીછેહઠ શરૂ થઇ હતી.

રોહિત શર્માએ ઇનિંગ્સના પ્રથમ બોલે જ સિક્સર ફટકારીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી 50 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તેણે પોતાની ટી20 કારકિર્દીમાં 9000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટ કોહલી બાદ આ સિદ્ધિ મેળવનાર તે બીજો બેટ્સમેન બની ગયો છે.

 

From –Banaskantha Update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!