Tinder એપમાં આવ્યું જબરદસ્ત ફીચર, હવે ડેટિંગ પહેલા ચેક થશે બેકગ્રાઉન્ડ

- Advertisement -
Share

આ દિવસોમાં ડેટિંગ માટે તમારી પાસે ઘણી એપ હાજર હશે. લોકો આ ડેટિંગ એપી મદદથી જીવનસાથીની પસંદગી પણ કરે છે. આ એપમાં હાજર પ્રોફાઈલ આકર્ષક લાગે છે. આ જ કારણ છે કે કેટલીક વાર યૂઝર્સના બેકગ્રાઉન્ડની માહિતી નથી મળતી. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને “Tinder” એક શાનદાર ફીચર લઈને આવ્યું છે.

ટેક સાઈટ Pocket-lintના જણાવ્યા પ્રમાણે Tinderમાં નવુ બેકગ્રાઉન્ડ ચેક ફીચર આવવાનું છે. Tinder ચલાવતી કંપની Match Groupએ Garbo નામની Non profit organizationની સાથે એક કરાર કર્યો છે. હવે તમે વગર ચિંતાએ ડેટિંગ કરી શકો છો.

રિપોર્ટ પ્રમાણે Garbo લોકોના ક્રાઈમ રેકોર્ડ પર નજર રાખે છે. કુલ મળીને તમે Tinderમાં કોઈ યૂઝરનું બેકગ્રાઉન્ડ ચેક અંતર્ગત હિંસાના કેસની જાણકારી લઈ શકશે. સાથે જ યૂઝર્સના પોલીસ અને ન્યાયિક રેકોર્ડની પણ જાણકારી ઉપલબ્ધ થશે.

Tinder દુનિયાની સૌથી લોકપ્રિય ડેટિંગ એપમાની એક છે. આ પ્લેટફોર્મમાં યૂઝર્સ ડેટ કરવા માટે પોતની પસંદગી પ્રમાણે પાર્ટનર શોધી શકે છે. ડેટ માટે Tinder જરૂરી જાણકારી જેમ કે,પસંદ, શોખ અને વિચારધારાને સામેલ કરે છે. સાથે યૂઝર્સને પોતાના આસપાસના વિસ્તારોમાં હાજર Tinder યૂઝરની જાણકારી પણ આપે છે. જો કોઈ યૂઝરને અન્ય યૂઝરની પ્રોફાઈલ પસંદ આવી જાય છે તેને રાઈટ સ્વેપ કરવી પડે છે.

Tinder આ ફીચરની શરૂઆત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી કરશે. ત્યાર બાદ તેને અન્ય દેશમાં પણ લાગુ કરવાની યોજના છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ અન્ય યૂઝરનું બેક ગ્રાઉન્ડ જોવા માંગશે તો તેમણે આ ફીચરના ઉપયોગ માટે પૈસા ચુકવવા પડશે.

કંપનીનું કહેવુ છે કે Tinder યૂઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખીને ટ્રેફિક નિયમોના ઉલ્લંઘન અને ડ્રગ સાથે સંકળાયેલા કેસ વિશે નહીં બતાવવામાં આવે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!