સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહિલા પર અને હત્યાચાર ના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો ડીસા પથકમાં બનવા પામ્યો હતો ડીસાના ઢુંવા રોડ પર રહેતા પ્રવીણભાઈ તુલસીદાસ લોધા પર તેમના ખેતરની બાજુમાં રહેલા પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
પ્રવીનભાઈ તુલસીદાસ લોધાને તેમની બાજુમાં ખેતરમાં રહેતા દલાભાઈ જોરાભાઈ રબારી થતા ઈશ્વર ભાઈ જોરાભાઈ રબારી પરેશભાઈ દલાભાઈ રબારી અને ગોકુલભાઈ ઈસવર બબાઈ રબારી ગામ ભોંયણ થતા તેમની સાથે સોમાભાઈ પોપટભાઈ ઠાકોર તમામ શખ્સો સાથે મળી હાલમાં લાકડીઓ તેમજ વાસી લઈને હુમલો કરવા પહોંચેલ.
પ્રવીણભાઈને ભૂંડી ગાળો બોલતા તેમને બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા પ્રવીણભાઈ લોધાને “અમારા ભાગીદાર સોમાભાઈ પોપટભાઈ ઠાકોર ઉપર ટેલિફોન કરવાનો કેમ ખોટો આરોપ નાખેલ છે” તેમ કહી આવેશમાં આવી અને પ્રવીણભાઈ તુલસીદાસ લોધા ઉપર હથિયારો વડે હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ પોહંચી હતી.

ઈજાઓ પહોંચતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા અને હુમલો કરનાર શખ્સ દ્વારા પ્રવીણભાઈ તુલસીદાસ લોધાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલિસ સ્ટેશનમાં હુમલો કરનાર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી છે.
From – Banaskantha Update