ઈઝરાયેલ સંસદની ચૂંટણી 23 માર્ચે યોજાઈ રહી છે, દેશના નાગરિકો બે વર્ષમાં ચોથી વાર મતદાન કરશે. આમ તો, ઇઝરાયેલમાં ચૂંટણીની સમાન કથાનું પુનરાવર્તન થયા કરે છે પરંતુ હાલમાં ચૂંટણી નિષ્ણાતો કહી રહ્યા છે કે છેલ્લે મતદાન થયું ત્યારથી અત્યાર સુધીમાં ઘરઆંગણાના અને વૈશ્વિક સમિકરણોમાં વ્યાપક ફેરફાર થયો છે.
માર્ચ 2020 માં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ બ્રષ્ટાચારના આરોપમાં ફસાયા હતાં અને વર્ષના સૌથી ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા હતાં. નેતન્યાહુએ વિશ્વના સૌથી સફળ વેક્સિનેશન કાર્યક્રમની આગેવાની લીધી હોવાનો દાવો કર્યો છે.
પાછલી ચૂંટણીના બે મહિના બાદ નેતન્યાહૂ પર લાંચ, ફ્રોડ અને વિશ્વાસઘાતનો કેસ ચાલ્યો હતો. આ કાર્યવાહી શરૂઆતમાં ધીમી ચાલી હતી પરંતુ કોરોના વાઇરસ ફાટી નીકળ્યા બાદ આરોપી હેઠળ રાજ કરતાં નેતાને કાઢી મૂકવા માટેની ચળવળ ઉગ્ર બની હતી. દેશમાં બેરોજગારી વધીને 18 ટકા થઇ છે અને હજારો બિઝનેસીસ બંધ થયા છે ત્યારે તેમની મુશ્કેલી વધી છે, ફક્ત વિરોધીઓ જ નહીં તેમના એકસમયના સપોર્ટર્સ પણ વિરોધમાં છે.
નેતન્યાહૂએ બે હાર્ડલાઇન ફ્રિક્શન્સને એક મંચ પર આવીને ચૂંટણી લડવા સમજાવ્યાભૂતપુર્વ મિલિટરી વડા બેન્ની ગાન્ઝે આગળની ત્રણ ચૂંટણીમાં નેતન્યાહૂને ટેકો આપ્યો હતો પંરતુ ટૂંકા ગાળાની સરકાર માટે નેતન્યાહૂને ટેકો આપનારા તેના પક્ષની હાલત ખરાબ છે.
From – Banaskantha Update