અમેરિકાના જ્યોર્જિયાના ત્રણ સ્પા સેંટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યોર્જિયાના એટલાંટાના ત્રણ સ્પા સેંટર પર થયેલા ગોળીબારમાં ચાર મહિલાઓ સહિત 8 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક પોલીસ અને મીડિયાએ તેની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મૃતકોમાં મોટા ભાગના લોકો એશિયાઈ મૂળના છે.
ચેરીકી કાઉન્ટી શુટિંગના સંદિગ્ધને એટલાન્ટાથી દક્ષિણમાં ક્રિસ્પ કાઉન્ટીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ઓળખ 21 વર્ષના રોબર્ટ એરન લોન્ગ તરીકે થઈ છે. ચેરોકી કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે ‘જ્યોર્જિયાના યંગ્સ એશિયન મસાજ’ પર શુટિંગની ખબર મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને પાંચ લોકો ગોળીથી ઘાયલ મળ્યા. બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને બે વ્યક્તિના હોસ્પિટલ પહોંચતા મોત થયા.
એટલાંટા પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને એટલાંટામાં પિડમોન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં લુંટની જાણકારી મળી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્રણ લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. એટલાંટા પોલીસ ચીફ રોડની બ્રાયંટે કહ્યું હતું કે, પોલીસ ટીમ જ્યારે ગોલ્ડ સ્પામાં હતી ત્યારે જ વધુ એક ફોન કોલ્સ આવ્યો હતો અને એરોપી થેરાપી સ્પામાં ગોળીબારના અહેવાલ મળ્યાં હતાં. જેમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અમેરીકાના એક રાજ્યમાં ફાયરીંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુએસના એટલાન્ટામાં ફાયરીંગ થયું છે, એટલાન્ટાના જ્યોર્જીયા વિસ્તારમાં ત્રણ મસાજ પાર્લરોમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં 4 મહિલા સહિત 8 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસે આ ફાયરીંગ કયા કારણો સર થઈ તેની તપાસ હાથ ધરી દીધી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિ પાર્લર નજીક તેની કાર રોકે છે. આ પછી, તે પાર્લરની અંદર જાય છે અને લોકો પર અચાનક ગોળીબાર શરૂ કરે છે. પોલીસ અધિકારીઓ મોડી રાત સુધી શંકાસ્પદની શોધમાં વ્યસ્ત હતા. પોલીસે શંકાસ્પદની કાર અને તેનો ફોટો ફેસબુક પેજ પર મૂક્યો હતો. લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે કે જો આ શખ્સને ક્યાંક જોયો હોય તો તેઓએ પોલીસને તેના વિશે જાણ કરવી જોઈએ. ગોળીબાર બાદ ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.
From – Banaskantha Update