કટાવધામ ખાતે મહંત જયરામદાસજીએ ધુણાની તપશ્રયા આદરી છે. જગ્યાના મહંત જયરામદાસજી દ્વારા હઠયોગની જેમ 16 ફેબ્રુઆરીથી દરરોજ બપોરે 11 થી 1 વાગ્યા સુધી ગાયના છાણાથી ચારે તરફ પાંચ ધૂણી પ્રજ્વલિત કરી ખુલ્લા તડકામાં તપસ્યા આદરી છે.
આ સાધના સમગ્ર ઉનાળાના ચાર મહિના દરમિયાન ચાલુ રહેશે. સુઇગામ તાલુકાના કટાવધામ પૂજ્ય ખાખીજી મહારાજની તપોભૂમિ છે. જ્યાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર છે અને વિશ્વકર્મા ભગવાનનું પણ મંદિર છે.
જ્યાં વર્ષોથી અખંડ રામધૂન કરાય છે અને છેલ્લા કેટલાક વર્ષોથી દરરોજ હરિહરના સાદ સાથે તમામને ભોજન પ્રસાદ પીરસાય છે. તેવી પવિત્ર તીર્થભૂમિ પર વર્ષો બાદ જગ્યાના મહંત જયરામદાસજી દ્વારા હઠયોગની જેમ ગત 16 ફેબ્રુઆરીથી દરરોજ બપોરે 11 થી 1 વાગ્યા સુધી ગાયના છાણાથી ચારે તરફ પાંચ ધૂણી પ્રજ્વલિત કરી ખુલ્લા તડકામાં તપસ્યા આદરી છે.