55 વર્ષીય હીરાભાઈ દેસાઇ નામના શખ્સે તેનાથી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં મજૂરની 13 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે.
બનાસકાંઠાના લાખણીમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે બનાવને પગલે આગથળા પોલીસે 55 વર્ષીય હવસખોર ખેતર માલિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના એક ગામમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો લાખણીના એક ગામમાં રહેતા 55 વર્ષીય હીરાભાઈ દેસાઇ નામના શખ્સે તેનાથી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં મજૂરની 13 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે.
આ સનસનીખેજ ઘટના બન્યા બાદ આગથળા પોલીસ મથકમાં પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ આપતા પોલીસે બાળકી ને હવસનો શિકાર બનાવનાર આરોપી હીરા દેસાઈની અટકાયત કરવાં આવી હતી તેમજ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નાની બાળાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે તાજેતરમાં હૃદય કંપારી ઉઠે એવી ઘટના સેલવાસમાં બની હતી. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી વિસ્તારમાં 4 વર્ષની બાળકીનો હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
From – Banaskantha Update