દાંતીવાડામાં 68 ઘેટાં-બકરાંને ખોરાકી ઝેરની અસર, 13નાં મોત નીપજ્યાં

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકાના માળીવાસ ગામની સીમમાં રાજગરાના ખેતરમાં 68 જેટલા ઘેટા-બકરા ચરતા હતા. ત્યારે તેમાંથી 13 જેટલા ઘેટાં બકરાને ખોરાકી ઝેરની અસર થવાની સાથે મોત થયા હતા. બનાવની જાણ પશુપાલન વિભાગને થતા ડોકટર ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવી બાકીના બીમાર 55 ઘેટાં-બકરાને સારવાર આપી બચાવી લીધા હતા. તેમજ મૃતક 13 ઘેટાં-બકરાનું પી.એમ કરાતા તે ઝેરી ખોરાક ખાવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

 

 

દાંતીવાડા તાલુકાના માળીવાસ ગામની સીમમાં શંકરભાઇ મેતાજી રબારી અને જેતાજી રબારીના 68 ઘેટાં-બકરા રાજગરાના ખેતરમાં ચરતા હતા. આ દરમિયાન એકાએક 10 ઘેટા અને 3 બકરાના મોત થયાં હતા.

 

 

જ્યારે 55 ઘેટાં-બકરા ખોરાકી ઝેરની અસર થઇ હતી. આમ એક સાથે ઘેટાં-બકરાના મોત થતા દાંતીવાડા તાલુકાના પશુ ડોક્ટર વિનોદકુમાર મકવાણા ટીમ સાથે દોડી આવી મૃતક ઘેટાં-બકરાના સેમ્પલ નમૂના કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

 

Advt

 

જ્યારે 55 ઘેટાં-બકરાની સારવાર આપી બચાવી લેવાયા હતા. આમ 13 ઘેટાં-બકરાના મોત થતાં પશુપાલકના પરિવાર માથે આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે પશુ ડોક્ટર વિનોદકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ઘેટાં-બકરાનું મોત રાજગરાના ખેતરમાં ઝેરી ખોરાક ખાવાથી થયું હોવાનું પી.એમ. રિપોર્ટમાં પ્રાથમિક અનુમાન છે.’


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!