ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસનના પ્રોહીબિશનના ગુનાના કામના એકાદ વર્ષથી નાસતા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના આરોપીને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ.
સરહદી રેન્જ ભુજના IGP તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ તે અંતર્ગત પોલીસ અધિક્ષક, પાલનપુર તથા નાયબ પોલીસ અધિક્ષકની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેકટર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસનના માર્ગદર્શન મુજબ સ્ટાફના PSI અને પોલીસ સ્ટાફના માણસોએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસન પાર્ટ ‘C’ ગુન્હા નં.425/2020 પ્રોહીબીશન કલમ. 65 A.E.V. મુજબના ગુનાના કામે છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા સી.આર.પી.સી કલમ 70 મુજબના કામે આરોપી દશરથભાઈ ભુદરાજી રાજગોર રહે આમલી, સાંચોર, રાજસ્થાન વાળાને આજ રોજ તા.13/03/2021ના રોજ ડીસા મુકામેથી પકડી પાડી આગળની ગુનાને લગતી કાર્યવાહી કરવામા આવી.
From – Banaskantha Update