મહારાષ્ટ્રમાં અત્યારે ઈલેક્શન નથી ત્યાં ફરી કોરોના વકરતા લૉકડાઉન લાગુ કરાયું

- Advertisement -
Share

કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઇને રાજ્યના નાગપુર જિલ્લામાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે

મહારાષ્ટ્રમાં નાગપુરના પાલક મંત્રી નિતીન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે કોઇને પણ બહાર નીકળવાની પરમીશન હશે નહી, માત્ર જરૂરી સામાન સિવાય કોઇ દુકાન ખુલ્લી રહેશે નહી.

મહત્વનું છે કે નાગપુરમાં બુધવારે 1710 નવા કેસ સામે આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસનો આ રેકોર્ડ છે. નાગપુર નિગમે કહ્યું કે કોરોનાના નવા કેસમાં 20 થી 40 વર્ષના લોકોમાં વધુ દેખાઇ રહ્યાં છે.

મહામારીને હલકામાં લઇ રહ્યાં છે લોકો
નગર નિગમના કમિશ્નર રાધાકૃષ્ણને બુધવારે કહ્યું કે લોકો મહામારીને હળવી રીતે લઇ રહ્યાં છે. લોકોની મદદ વિના આ મહામારી પર કાબૂ રાખી શકાય તેમ નથી. સરકારે આર્થિક ગતિવિધિઓ શરૂ કરી દીધી છે અને અમે નથી ઇચ્છતા કે પૂર્ણ લોકડાઉન થઇ જાય પરંતુ તો પરિસ્થિતિ વણસી તો લોકડાઉનનુ એલાન કરાશે.

જયારે લોકોમાં એક વાતનો ગણગણાટ સંભાળવા મળે છે કે જે વિસ્તારોમાં જયારે ચુંટણીઓ હોય છે ત્યાં કોરોના આપમેળે નિયંત્રણમાં આવી જાય છે અને જ્યાં ચુંટણીઓ નથી ત્યાં કોરોના નિયંત્રણ બહાર થઇ જતા આમ પ્રજાને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન જેવા હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!