બનાસકાંઠામાં પાલનપુરના સુંઠા ગામે સૂંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે સાઈબર ક્રાઈમની ઘટના બની. I.C.I.C.I બેંકના મેનેજરના નામે ખોટો ફોન કરી સૂંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે છેતરપિંડી આચરવામાં આવી.
પાલનપુરમાં સૂંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકા સાઈબર ક્રાઈમની ભોગ બન્યા. I.C.I.C.I બેંકના મેનેજરના નામે શિક્ષિકાને ફરજી ફોન કરી એ.ટી.એમ કાર્ડ ચાલુ કરવાનું કહી 7 વખત ઓ.ટી.પી નંબર મેળવી શિક્ષિકાના બેંક ખાતામાંથી 41,000 રૂપિયાની ઉચાપત કરી.

આ છેતરપીંડીના ભોગ બન્યા બાદ સૂંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ગઢ પોલીસમાં ફરિયાદ નોધાવી. ગઢ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી. અવારનવાર આવી છેતરપિંડીની ઘટનાને લઈને લોકેએ જાગૃત થવાની જરૂર.
From – Banaskantha Update